________________
છે. અને કેવળ અજીવ એવા તારા દેહમાં સુખબુદ્ધિ કરી તું કર્મના સામ્રાજ્યમાં દુઃખનો અધિકારી બને છે. જેમ હિંસાને પાપ માને છે તેમ અન્યનું સુખ ન ઇચ્છવું તે પાપજનક છે. માટે જો તું હજી જગતવ્યવહારમાં હોય તો અન્ય જીવો સાથે મૈત્રીભાવનાથી ભરપૂર
રહેજે.
बहिस्तुष्यति मूढात्मा, पिहितज्योतिरन्तरे । तुष्यत्यन्तः प्रबुद्धात्मा, बहिावृत्तकौतुकः ॥६०॥ અંતર્શાન ન જેહને, મૂઢ બાહ્યમાં તુષ્ટ; કૌતુક જસ નહિ બાહ્યમાં, બુધ અંતઃસંતુષ્ટ. ૬૦
અર્થ : અંતરપ્રકાશ આવિરત હોવાથી મૂઢાત્મા બાહ્ય સંયોગમાં આનંદ માને છે. અને પ્રબુદ્ધાત્મા બાહ્ય કુતૂહલનો ત્યાગ કરી અંતરમાં સંતોષ માને છે.
અંતરપ્રકાશ, અંતરપરિણતિ અતીન્દ્રિયજ્ઞાનનો વિષય હોવાથી મૂઢાત્માને તે ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી તેથી તે પરોક્ષ અને પરાધીન એવા ઇન્દ્રિયોના સંયોગમાં મળતા વિષયોમાં આનંદ માને છે.
મીઠાની ગુણ પર જીવન ગાળી જેણે ખારાશમાં જ મીઠાશ માણી છે તેવી કીડીને સાકરની ગુણ પર મૂકવામાં આવે તો તેને સાકરની મીઠાશમાં સુખ ક્યાંથી ઊપજે ? તેમ મૂઢાત્માને જે સુખની કલ્પના જ નથી તો પછી તેમાં શ્રદ્ધા તો ક્યાંથી જ આવે ? પુણ્યયોગે મળેલી ભૌતિક સુખસામગ્રીમાં તેણે માન્યું કે આનાથી વિશેષ સુખ જગતમાં શું હોઈ શકે ? આપણે ભાઈ મોજ છે, આનંદ છે.
મૂઢાત્માનું જીવન તૃષ્ણાના તારે તારે વીંટળાયેલું છે. મનગમતું મળે છે, છતાં સંતોષ નથી. હીરા જેવા તત્ત્વને ગુમાવી કાયારૂપી કાચનો ટુકડો મેળવી ખુશ થાય છે. અને ભોગ સૌ રોગમાં પરિણમ્યા ત્યારે મૂંઝાયો. તે તો માનતો હતો આ કર્મ-ધર્મને મારે શું લેવાદેવા ? પણ ઔષધ કામ ન લાગ્યાં. વૈદ્યો પણ હાથ ઊંચા કરી ઊભા રહ્યા. કોઈ ઉપાય ન રહ્યો. પેલી ચાર દિવસ માણેલી મોજ તો
૧૬૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org