________________
હે આત્મજ્ઞાની ! અન્યને બુઝવવાની તારી ભાવના પ્રભાવનાના માહાભ્યવાળી છે, છતાં જ્યાં પાત્રતા ન હોય, જેની ભવસ્થિતિ પરિપાક થઈ ન હોય, ત્યાં તું બુઝવવાનો આગ્રહ ન રાખીશ. કારણ કે પાત્ર વગર વસ્તુ ધારણ થતી નથી. મૂઢ જીવો પોતાનું હિતાહિત જાણતા નથી. હું તેમને બોધ આપવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે તેમનો સ્વરૂપ પ્રત્યેનો અભાવ ધર્મ પ્રત્યે અને જ્ઞાની પ્રત્યે દ્વેષ પેદા કરે છે. તેમાં એ જીવોનો દોષ નથી પણ એ જીવની તે સમયની યોગ્યતા જ એવી છે. માટે અન્યને બુઝવવાનો આગ્રહ છોડી દે, અન્યને બોધ આપું સંસારથી મુક્ત કરું એવા વિકલ્પો ત્યજી દે.
બીજી રીતે વિચારીએ તો ભાઈ પરને ખુશી કરવામાં અને તે પદાર્થોને ગ્રહણ કરવાનો લગાવ ન રાખ. તું ગમે તેટલું મથે, જગતને રૂડું દેખાડવા ગમે તેવા પ્રયત્ન કરે પણ જગત રાજી થાય તેવું નથી. તું પાંચને ખુશી કરે ને બે નારાજ થાય ત્યાં તારો પ્રયત્ન વ્યર્થ જશે.
વળી તું જે જે પદાર્થો ગ્રહણ કરે છે, સંગ્રહ કરે છે તે તારે છોડીને જવું પડે છે. અને તું પૂરી જિંદગીનો દાવ કંઈ ને કંઈ ગ્રહણ કરવામાં ગાળે છે તે વ્યર્થ જાય છે.
કદાચ પુણ્યયોગે કોઈ તને અનુકૂળ થાય અને તું માને કે – મેં સૌને ખુશી કર્યા, પત્નીને હીરાથી શણગારી, પુત્રાદિને ઘણું ધન આપ્યું, મિત્રોને જમણ આપ્યું. સગાં-સ્વજનોને ભેટ આપી. થોડા દિવસ પછી તું જાહેર કરે કે હું સ્વયં દરિદ્રી થઈ ગયો છું. તારી પાસે હવે શેષ રહ્યું નથી. પછી જોજે કે તને કોણ પૂછવા આવે છે ? માટે જગતને રાજી રાખવા એ તારું કર્તવ્ય કે ગુણ નથી. તને મળેલો આ માનવજન્મ આત્મહિતમાં ગાળજે તો ભલું થશે.
તું યોગી નથી, જગત વ્યવહારમાં છું ત્યાં સુધી તારે ગુણવૃદ્ધિ માટે મૈત્રી આદિ ભાવનાથી બળ મેળવવાનું છે. ગુણી પ્રત્યે મધ્યસ્થી રહેવાથી તો તું પ્રભુના માર્ગનો અપરાધી બને છે. દીન-દુઃખિયાં પ્રત્યે લાગણીશૂન્ય રહેવાથી તે જીવરૂપ હોવા છતાં અજીવપણે જીવે
સમાધિશતક
૧૬૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org