________________
તાકુ બોધ શ્રમ અફળ, જાકુ નહિ શુભયોગ. આપ આપકું બુઝાવૈ, નિશ્ચય અનુભવ યોગ. છંદ-પર
જે જીવના હજી ધર્મપ્રાપ્તિના શુભયોગ પ્રગટ્યા નથી તેને બોધ આપવો અફળ છે. વાસ્તવમાં અનુભવી આત્મા સ્વયં બોધ પામે છે.
તીર્થંકરાદિએ જીવની ગતિ અને પ્રગતિની વાસ્તવિક ભૂમિકાઓનું વિધાન કર્યું છે. જે જીવ ચરમાવર્તમાં આવ્યો છે, કર્મનો ભાર જેનો હળવો થયો છે, જેના કષાયો શમ્યા છે એવો શુભયોગ જેનો થયો નથી તેને આપેલો બોધ વ્યર્થ જાય છે. એ જીવનો હજી ઘણો કાળ સંસારપરિભ્રમણનો રહ્યો છે. તેથી તેને બોધસ્વરૂપ આત્મા પ્રત્યે ભાવ જાગતા નથી.
વળી જેમના મન, વચન, કાયાના યોગ શુભ પ્રવૃત્તિમાં યોજાયા નથી, જેમનું મન હજી દુર્ગાનમાં જ રમનારું છે, વિચારોથી મલિન છે, જળતરંગ જેવું ચંચળ છે. તેને બોધ આપવો વ્યર્થ છે. વળી જેનો વચનયોગ સૌમ્ય નથી, નિરર્થક વાચાળતા અહિતકર છે તેમ જે જાણતો નથી. તેને પણ બોધ પરિણામ પામતો નથી. અને જેની કાયા નિરંતર પૌગલિક કાર્યો કરવામાં જ પ્રવૃત્ત છે, તેને શુદ્ધ . આત્માનો બોધ કેવી રીતે પરિણામ પામે ? જેઓ દાનાદિ ધર્મથી પોતાની પાત્રતા કેળવતા નથી તેને બોધ આપવો વ્યર્થ છે.
નિશ્ચયથી અનુભવી જ્ઞાનીને તો સ્વયં સ્વરૂપનું ભાન વર્તે છે. તેઓના મન-વચન-કાયાના યોગ નિયંત્રિત છે અને ઉપયોગ જ્ઞાનસ્વરૂપ છે. તે સ્વયં બોધને ગ્રહણ કરે છે. મૂઢાત્મા જગતને જુએ છે તેમાંથી બોધ ગ્રહણ કરીને કર્મથી છૂટે છે. જ્ઞાની જગતના જીવોની વિપરીતતા જાણી મૌન ધરી પોતાના આત્માને બોધથી વાસિત કરે છે. તે નિશ્ચયથી શુદ્ધ એવા આત્માનો અનુભવ પ્રાપ્ત કરે છે.
પરકો કિશો બુઝાવનો, તું પર ગ્રહણ ન લાગ, ચાહે જે મેં બુઝાવનો સો નહિ તુંજ ગુણ ભાગ. છંદ-પ૩
અર્થ : અન્યને બોધ શો આપવો ? તું જ પરમાર્થને ગ્રહણ ન કરતો, તું જાણે છે કે મેં અન્યને બુઝવ્યો પણ તે તારો સ્વભાવ નથી.
૧૬૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org