________________
પ્રબલતામાં પ્રચૂર થઈ ગયો. પૂર્વના સંસ્કારવશ ઈન્દ્રિયો તેને વગર કહે વિષયો પ્રત્યે આકર્ષે છે. ક્રોધાદિ કષાયો તો જાણે તેનો સાથ છોડતા જ નથી. ક્રોધી, માની, માયાવી અને લોભી બનીને તેણે બહિર્મુખતામાં પોતાની જાતને હોમી દીધી છે. આમ થવાથી શુદ્ધાત્માની શક્તિને આવરણ આવી ગયું છે. આશ્ચર્ય કે સ્વયં શુદ્ધ છતાં શુદ્ધિ જ સ્વયં તેણે છોડી દીધી છે.
વળી ક્યારેક જરા જાગે છે ત્યારે પેલા મમતાના સંસ્કારો તેને પરવશ કરે છે અને દેહાદિ પદાર્થોમાં મસ્ત બનીને મહાલે છે, દેહમાં જ તેની મર્યાદા આવી જાય છે. તે જીવ મૂઢ છે, ભ્રાંત છે, તેનું સત્ત્વ અશુદ્ધિથી હીન થયું છે. એવો દિનદિશાશૂન્ય પૌગલિક પદાર્થોના પિંજરામાં પોતાને પૂરી દે છે. અને માને છે કે પોતે સુરક્ષિત છે. પરંતુ જ્યારે કાળ ઝપાટો લગાવે છે ત્યારે તેને કોઈ પદાર્થ બચાવી શકતો નથી.
ધન-દોલતની માયા પણ તેને મીઠી લાગે છે, પણ એક ઘડી પછીની તેને ખબર નથી કે દેહાદિના સંયોગ રહેશે કે સમાપ્ત થશે. પોતાના જોયેલા-જાણેલા એવા ભૌતિક પદાર્થોમાં લીન થયેલો આત્મશુદ્ધિને જાણતો નથી. કોઈ સંત સમજાવે તો તે ત્યાંથી પાછો વળે છે, કહે છે કે અહીં આપણું કામ નહિ. અને જગતના લોકપ્રવાહમાં ભળીને તણાઈ જાય છે.
મૂઢાત્માની દશા મોહથી અત્યંત ઘેરાયેલી હોય છે. જ્યારે દરિદ્રી હોય ત્યારે ધન ઇચ્છે. ધન મળે રાજસુખ ઇચ્છે. દેવલોકનાં સુખમળે પણ મમતા જરાય મચક ન આપે. વૃદ્ધાવસ્થા આવે. વાળ ધોળા થાય. કાન બધિર બને. આંખોનું તેજ ઘટે. ઉદર પણ ઊંધું ચાલે. નિદ્રા હણાઈ જાય પણ પેલી કાયાની માયાનો ખેલ તો જીવને નચાવે.
શરીર રોગથી ભરાઈ જાય. પરિવારનું પુણ્ય હવે પરવાર્યું હોય. કોઈ સેવા ન કરે. ખાટલે પડ્યો હોય, પરંતુ હજી તેને આતમરામ ન સાંભરે ભાઈ પુગલના સંગમાં સુખબુદ્ધિ કરી શું પામીશ, વિચારી જોજે અને મૂઢતાનો ત્યાગ કરજે.
સમાધિશતક
૧પ૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org