________________
મૂળસ્વરૂપને ઉદ્દેશીને કેવો ઉપદેશ આપવો ?
વળી ઉપદેશકો જ્યારે સામાન્યપણે ઉપદેશ કરે છે ત્યારે મહદ્અંશે જગત જડ પદાર્થોની કે દશ્યજગતની વાતો વિશેષ કરે છે. તત્ત્વસ્વરૂપ દૃષ્ટિના બોધની ગૌણતા હોય છે.
અભિમત વસ્તુ વસ્તુગતે કહે રે તે વિરલા જગ જોય.
અને વસ્તુનું મૂળ સ્વરૂપ છે તે તો કોઈ અનુભવી વિરલા જ પ્રગટ કરે છે. તે પણ મહદ્દઅંશે એકાંતને સેવનારા હોવાથી તેઓ બોધ આપવાનો વિકલ્પ કરતા નથી અને કોઈ ઉદયબળે તેઓ ઉપદેશાદિનું કાર્ય કરે છે તો તેવા જ્ઞાનીને સામાન્ય જનસમૂહ જાણી શકતો નથી.
યોગી તો બોધ આપવાનો વિકલ્પ કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે હું તો વચન-વર્ગણાથી ભિન્ન છું. ચૈતન્યસ્વરૂપ આત્મા અન્યથી ગ્રહણ થાય તેમ નથી તો પછી બોધ કોને કરું ?
પૂર્ણ સ્વરૂપે પ્રગટ થતાં પહેલાં અન્યને બોધ આપવાનું કાર્ય તલવારની ધાર પર ચાલવા જેવું છે. માન, અભિમાન જીવનું આત્મધન લૂંટી લે છે અને પોતાના જ સ્વરૂપને આવરણ થાય છે. આથી કોને બોધ આપવો તેવો ગહન વિચાર જ્ઞાની કરે છે. જો કે તેવા જ્ઞાનયોગીનું જીવન એવું પવિત્ર હોય છે કે તેમનું ગુપ્ત રહેવું કે મૌન રહેવું તે પણ પાત્ર જીવોને કલ્યાણકારી હોય છે.
મૂઢાતમનું તે પ્રબલ, મોર્ડ છોડી શુદ્ધિ; જાગત હૈ મમતા ભરે, પુલમેં નિજબુદ્ધિ. છંદ-૫૧
અર્થ : મૂઢાત્માએ મોહની પ્રબળતાએ કરીને આત્માની શુદ્ધિને ત્યજી દીધી છે. જાગતો છતાં મમતાથી ભરેલો તે પૌગલિક પદાર્થોમાં મમતા કરે છે.
મોહથી ગ્રસિત એવો મૂઢાત્મા માનવજન્મ પામ્યો આત્મકલ્યાણના પ્રયોજન માટે, પરંતુ જ્યાં તેણે જગતનાં દશ્યો જોયાં ત્યાં અનેક પ્રલોભનોમાં અટવાઈ ગયો. તેણે જગતની પરિવર્તનશીલતા, ક્ષણભંગુરતા, ભય, ચિંતા, રોગ, શોક, સંતાપ જોયા. છતાં ઓહ ! મોહની
૧૫૮ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org