________________
તેવા દુઃખથી મુક્ત થાય તેવો ભાવ-અનુકંપા આવે છે. નિર્વિકલ્પ જેવી અપ્રમત્ત દશામાં આવા ભાવ અવરોધ લાવે છે. તેથી જેની દૃષ્ટિ તત્ત્વ તરફ છે તેઓ મૌન ધારણ કરે છે. પરંતુ બહિર્મુખ ભાવનો સંસ્કાર જીવને અન્યને ઉપદેશ આપવા લલચાવે છે તેથી જ્ઞાની તેને ભાન કરાવે છે કે તારે સ્વયં ઉપદેશની જરૂર છે. તું અન્યને ઉપદેશ આપવાનો વિકલ્પ છોડી દે નહિ તો ઉચ્ચદશા પામવાનો મળેલો આ અવસર વૃથા જશે.
વળી મૂઢાત્મા કે અન્નજીવને તમે જ્ઞાનીના સ્વરૂપ વિષે ગમે તેટલું સમજાવો પણ તેનાં મન અને બુદ્ધિ જડતાના તાળાથી બંધ કરેલા છે તે ખૂલતાં જ નથી અર્થાત્ તેઓને આ ભૌતિક જગતનાં સુખો સિવાય કંઈ દેખાતું નથી. હવે જો તે જીવોને તમે સ્વરૂપ વિષે કંઈ જણાવતા નથી તો તેઓ અબૂઝ એવા આત્માને જાણતા નથી. આમ કહેવા છતાં તેઓ સાંભળતા નથી અને ન કહે તો તેમને સ્વયં ભાન થવાનું નથી તેથી તેમને બોધ આપવાનો પરિશ્રમ વ્યર્થ છે. જ્ઞાની ત્યાં પણ કરુણાથી મૌન સેવે છે. જેથી તેવા જીવો જ્ઞાની પ્રત્યે તેમના વચન પ્રત્યે અભાવ કરીને વળી અંતરાયકર્મમાં વૃદ્ધિ ન કરે.
यद् बोधयितुमिच्छामि, तन्नाहं यदहं पुनः । ग्राह्यं तदपि नान्यस्य, तत्किमन्यस्य बोधये ॥५९॥
જે ઇચ્છું છું બોધવા, તે તો નહિ ‘હું' તત્ત્વ; ‘હું' છે ગ્રાહ્ય ન અન્યને, શું બોધું હું વ્યર્થ ?
૫૯
અર્થ : જેને હું બોધ આપવા ઇચ્છું છું તે હું નથી. અને હું જ્ઞાનસ્વરૂપ આત્મા અન્યને ગ્રાહ્ય નથી. ત્યારે અન્યને શો બોધ કરવો ?
જગતમાં આત્મસ્વરૂપ અને દેહાદિનું સ્વરૂપ એના અનેક વિકલ્પો છે. હું એક છું કે અનેક છું. જગતના જીવો સાથે મારે શો સંબંધ છે ? આવો બોધ કરવા ઇચ્છું છું તે ખરેખર હું નથી. હું તો સ્વસ્વરૂપે સ્વયં સચ્ચિદાનંદસ્વરૂપ છું. જે બોધસ્વરૂપે રહ્યો છે તેવા
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૫૦ www.jainelibrary.org