________________
પણ દેહરૂપે અને આત્માને આત્મારૂપે જોવા દષ્ટિ ઊઘડે છે. જનસમાજ મોટી વાતો કરે છે કે બધા આત્મા સરખા છે. પણ કૂતરું ઘરમાં આવે તો તેના શરીરને જોઈને “હટ' કહેશે. બિલાડી આડી ઊતરે તો અપશુકન ગણશે. કુંવારી કન્યા સામે મળે તો શુકન ગણશે. આવી દેહદૃષ્ટિથી જીવને રાગ-દ્વેષ ઉત્પન્ન થાય છે. પરંતુ દેહને દેહરૂપે અજીવ માને તો શુકન-અપશુકન ક્યાં લાગશે ? અને તેમાં રહેલા આત્માને જુએ તો આત્મા સમતાયુક્ત છે ત્યાં રાગ-દ્વેષ કેમ ઊપજે ?
જ્ઞાની આત્મસ્વરૂપે અનુભવમાં હોવાથી તે જ્યારે અન્યને જુએ છે ત્યારે દેહને જોઈને તેને દેહરૂપે જાણે છે પણ દેહને આત્મારૂપે ગ્રહણ કરતા નથી. પોતાના દેહને વિશે જેને આત્મબુદ્ધિ થતી નથી તેને અન્ય દેહમાં આત્મબુદ્ધિ, મારાપણાના ભાવ થતા નથી. તેથી જ્ઞાની આત્મસ્વરૂપમાં સ્થિર હોય છે. જ્ઞાનીને સંપૂર્ણ વિશ્વ આત્મરૂપ જણાય છે. તેથી અન્યજીવો સાથે ભેદબુદ્ધિથી વર્તીને રાગાદિ કરતા નથી, પરંતુ આત્મરૂપે તેનો સ્વીકાર કરે છે. __ अज्ञापितं न जानन्ति, यथा मां ज्ञापितं तथा ।
मूढात्मानस्ततस्तेषां, वृथा मे ज्ञापनश्रमः ॥५८॥ મૂઢાત્મા જાણે નહિ વણબોમ્બે જ્યમ તત્ત્વ બોમ્બે પણ જાણે નહીં, ફોગટ બોધન-કષ્ટ. ૫૮
અર્થ : જ્ઞાની વિચારે છે કે મૂઢ જીવોને ઘણું કહીએ તો પણ તેઓ મારા સ્વરૂપને જાણતા નથી. વળી જણાવીએ નહિ તો પણ જાણતા નથી તેથી તેમને બોધ આપવાનો શ્રમ નિરર્થક છે.
આગળ ૧૯મી ગાથામાં ગ્રંથકારે જણાવ્યું હતું કે હું બીજાને ઉપદેશ આપું, બીજા મને ઉપદેશ આપે એવો વિકલ્પ પણ શા માટે ? અપ્રમત્ત એવા મુનિ નિર્વિકલ્પદશાના અનુભવને આમ વિચારે છે. પરંતુ જ્યારે તેથી નીચેની દશામાં સાધક-જ્ઞાનીને એમ થાય છે કે મને જેમ આત્મસ્વરૂપનું માહાસ્ય સમજાય છે, તેવું અન્યને સમજાવું. પોતે જેમ અજ્ઞાનના દુઃખથી મુક્ત થયા તેમ અન્ય જીવો
૧૫૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org