________________
पश्येनिरंतरं देहमात्मनोऽनात्मचेतसा । अपरात्मधियाऽन्येषामात्मतत्त्वे व्यवस्थितंः ॥ ५७ ॥ આત્મતત્ત્વમાં સ્થિર થઈ નિત્ય દેખવું એમ, મુજ તન તે મુજ આત્મ નહિ, પર તનનું પણ તેમ. અર્થ : જે આત્મભાવમાં સ્થિર છે, તેણે પોતાના દેહને નિરંતર અનાત્મબુદ્ધિથી જોવો, કે આ તન એ મારો આત્મા નથી. વળી અન્ય દેહને અનાત્મબુદ્ધિથી જોવા.
૫૭
શુદ્ધાત્મામાં જે સ્થિર છે તેઓએ નિરંતર પોતાના દેહને અનાત્મબુદ્ધિથી જોવો અર્થાત્ આત્મબુદ્ધિએ જોવો નહિ. જીવને દેહ પ્રત્યે જેટલું તાદાત્મ્ય છે, તેટલી અબોધતા હોય છે. પણ જે મહાત્માઓએ દેહાદિ સંયોગોને અને તેના નિમિત્તે ઊપજતારાગાદિ અવસ્થાઓને આત્મસ્વરૂપે માનતા નથી. તેઓને દેહમાં અનાત્મભાવ હોય છે. તે આત્માઓ ક્રમે કરીને તે દશાને વધુ સ્થિર કરીને ચૈતન્યની શુદ્ધિને પામીને મુક્ત થાય છે.
જ્ઞાનીને પોતાના દેહને વિષે આત્મબુદ્ધિ થતી નથી, દેહના રૂપને જોઈને હું રૂપાળો, દેહને કદરૂપો જાણી હું કદરૂપો તેવો ભાવ જ્ઞાનીને થતો નથી. દેહ એ તો સંયોગ છે. તેથી તેનાં નામ, રૂપ, વર્ણ આદિને પોતે તે રૂપે છે તેમ માનતા નથી. તેઓ દેહના દુ:ખે દુ:ખી કે સુખે સુખી થતા નથી. તેથી તેઓ ભય અને ચિંતારહિત છે. અને દેહાભિમાનથી પણ મુક્ત છે. જ્યાં દેહ જ પોતાનો નથી તેવું ભાન વર્તે છે ત્યાં માન ક્યાંથી હોય ?
જેની દૃષ્ટિ દ્રવ્યના મૂળ સ્વરૂપ પ્રત્યે નિશ્ચળ થઈ છે તેને દેહ જેવા પર્યાય-અવસ્થામાં આત્મભાવ ક્યાંથી આવે ? દેહની અવસ્થાને અને સંયોગને સાક્ષીભાવે જાણે છે, તેથી દેહરૂપી જંજીરમાં જકડાઈ જતા નથી. આ દેહ, વાણી, મન મારાં નથી, હું તેમનો નથી એ સર્વે મૂર્છારૂપી ગ્રંથિઓ છે. જ્ઞાની આ ગ્રંથિને ભેદીને આત્મભાવમાં સ્થિર હોય છે.
જો એક આત્મસ્વરૂપ યથાર્થ સમજાય છે તો અન્યના દેહને
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૧૫૫
www.jainelibrary.org