________________
ચાંદરણ પર મમતા
કેટલાયે . તે જમણા
સમજી જા કે આ બાજી જૂઠી છે.
જે જે પદાર્થોને જીવે પૂર્વે સેવ્યા હતા તે આજે તારી સાથે આવ્યા નથી. વર્તમાનમાં જે પદાર્થને સેવીશ તેમાંથી એક રજકણ તારી સાથે આવશે નહિ, અર્થાત્ સર્વે તારા શુભયોગ સુધી કે આ જન્મ સુધી રહેવાનું છે. અનંતકાળની અપેક્ષાએ તે સુખ ચાર દિવસના ચાંદરણા જેવું છે. જ્ઞાનીજનો અનુભવથી કહે છે કે એવા ક્ષણિક ચાંદરણા પર મમતા શા માટે ? જે સાથે ના આવે તેની માયા શા માટે ? આવા તો કેટલાયે દેહ તેવી ભુલભુલામણીમાં કાઢ્યા પણ તારા હાથમાં કંઈ આવ્યું નહિ. માટે તે ભ્રમણાથી મુક્ત થઈ જા.
સુંદર વસ્ત્ર અને અલંકાર વડે શોભતું આ શરીર કાળ જતાં કરચલીવાળું બનશે, થોડા દિવસ પછી રાખ બની જશે. ભૂતકાળમાં થયેલા પરાક્રમી પુરુષોની આજે સ્મૃતિમાત્ર રહી છે, તે પણ ભુલાઈ જશે.
વળી, શરીરનું પરિવર્તન તો જુઓ, ગયા જન્મ પશુ હતો. આ જન્મે માનવ અને આવતા જન્મે વળી પશુ કે દેવ. શરીર વધે-ઘટે, જન્મ-મરે, આમ ક્ષણે ક્ષણે પલટાય. કશું સ્થિર નહિ, તો પણ આ શરીરાદિ પર મારો કેવો વિશ્વાસ છે ?
સુખના ભરોસા વગરનો ચિંતાયુક્ત આ કાંટાળો મુગટ પહેરી તું નિશ્ચિત થઈને કેમ સૂતો છે. જો તારા ચિત્તમાં ચિંતા છે તો પછી તને વન-ઉપવનમાં કેવો આનંદ આવશે ! તને ધન કેવી રીતે સુખ આપશે ? સ્ત્રી, પુત્રાદિ તને કેવાં રૂડાં લાગશે ? તારું ચિત્ત એ સર્વ પ્રકારોમાં ભય અને ચિંતામુક્ત છે તો પછી કોઈ સદુઉપાય કરીને આવેલો અવસર ઓળખી જા.
બહિરાત્માની દશા કેવી વિપરીત છે ? વિષયરૂપ જાળ, વળી પિંજર જેવું બંધન, તેમાં વિશ્વાસે રહે છે કે મને શું થવાનું છે. સારવર્જિત સંસારમાં તે સુખ શોધે છે. તેની એવી ઠગારી આશાઓને કાળરૂપી દોરી કાતરે છે, વાસનાઓ ઉછેરે છે. અને જીવને ત્યાં એવો જોતરે છે તેનું બળ કંઈ ચાલતું નથી. આમ, વિશ્વનાં પ્રાણીઓ સ્વયં ઠગાઈ રહ્યાં છે. તેને આત્માનું મહત્ત્વ ક્યાંથી આવે ?
સમાધિશતક Jain Education International
૧૨૩ www.jainelibrary.org
For Private & Personal Use Only