________________
જે મન ભવહેતુરૂપ છે, પ્રપંચનું કારણ છે છતાં અજ્ઞ જીવો તેને વશ વર્તે છે તે મન અનેક પદાર્થોમાં ભમીને સુખ મેળવવા ચાહે છે. પરંતુ સુખ તેનાથી દૂર રહે છે. અને આયુષ્ય પૂરું થતાં સર્વ પદાર્થો ત્યજીને તેને જવું પડે છે. જાણે આ જગત બાજીગરનો ખેલ હોય તેમ દેખાતું સર્વ દેશ્ય ભવાંતરે સમાપ્ત થઈ જાય છે. માટે એવા સર્વ જાળ અને પ્રપંચથી પાછા વળી મનને આત્મામાં સ્થિર કરવું.
જો આ દેહમાં રહેલા આત્માને કંઈ પરમાર્થયોગ સધાય તો તેનું કંઈક મૂલ્ય છે, કારણ કે માનવનો દેહ તે આત્મયોગની પ્રાપ્તિ માટેનું બાહ્ય સાધન છે તેને નકારી શકાય તેમ નથી, તે માટે જ્યાં સુધી દેહમાં આત્મજ્ઞાન વર્તે છે ત્યાં સુધી આત્મયોગ-આત્મજ્ઞાન પ્રગટ કરવું. શુદ્ધ મતિ થઈને જો આ જીવ જગતના પ્રપંચથી પાછો વળે, ઝાંઝવાનાં નીરને લેવા દોડે નહિ, તો તેને સ્વાભાવિક એવો આત્મઅનુભવ પ્રગટ થાય.
આ સંસારની ભવપ્રાપ્તિમાં અનેક પ્રકારની જાળ મને ઊભી કરે છે. તેમાં પણ પુણ્યયોગે મળતાં સુખોમાં તો તે જાળ વિસ્તૃત બને છે. ત્યારે તેમાં રાચનારા જીવો જાણતા નથી કે આ તો ચાર દિવસની ચાંદની છે. પછી તો એ સર્વ અમાસની રાત્રિના અંધકાર જેવું છે. જે દેહને સુખ આપવા પ્રયત્ન કર્યો હતો તે દેહ જ સ્વય માટીમાં મળી જશે.
અરે ! જે યૌવને તને દીવાનો બનાવ્યો તે પણ પચાસ વર્ષે વિલાઈ ગયું – અને તે ઊભી કરેલી સર્વ મહેલાતો પણ છોડવી પડી. સગા-સ્નેહીઓ પણ સાથે ન આવ્યા. હવે તું કોને માટે રહ્યો છું ?
જેમ કોઈ બાજીગર રંગમંડપ પર જુદા જુદા ખેલ બતાવે તે સર્વ નજરબંધી છે. તે પ્રમાણે આ પુણ્યનાં સુખ પણ જીવને નજરબંધીમાં રાખે છે. અથવા મૃગજળ જેવાં છે. શુભયોગ પૂર્ણ થતાં કે આયુષ્ય પૂર્ણ થતાં અંતે તું તો એકલો જ જવાનો છે. માટે
૧૨૨
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only