________________
કરી પોતાના સ્વાભાવિક ગુણોને અનુસરે છે, ત્યારે આ દેહમાં રહેલા આત્મામાં પૂર્ણાનંદની મોજ માણે છે.
આત્માના સહજ ગુણ પર જે રાગાદિનું આવરણ-ઢાંકણ છે તેને જો જ્ઞાન અને ધ્યાન દ્વારા જીવ ખોલી નાખે તો તે જ ક્ષણે તેને ચિદાનંદસ્વરૂપ આત્માનો અનુભવ થાય છે. ત્રણે કાળને માટે આ અબાધિત નિયમ છે કે શુદ્ધ ધ્યાન દ્વારા શુદ્ધ-યોગ કરવાથી આત્માનું ઐશ્વર્ય પ્રગટ થાય છે.
રાગાદિક પરિણામ યુત, મનહિ અનંત સંસાર; તેહજ રાગાદિક રહિત, જાનિ પરમ પદ સાર. છંદ-૩૮
અર્થ : રાગાદિવાળું મન તે સંસાર અને રાગરહિત મન તે સ્વયં પરમતત્ત્વ છે. મન શુદ્ધ વિષયને અવલંબીને એકાગ્ર થાય છે ત્યારે તે ઉપશાંત થાય છે. અર્થાત્ આત્મરૂપ થાય છે. અજ્ઞાનનું ટળવું તે જ મનનું લય થવું છે.
રાગાદિ ભાવમાં જેટલી તાદાત્ય બુદ્ધિ છે તેટલો જીવ સ્વરૂપથી દૂર છે. જેટલું આત્મભાન પ્રગટે તેનું યથાર્થજ્ઞાન થાય તેટલો તે જીવ મોક્ષની નજીક છે. આથી રાગાદિયુક્ત મન અનંત સંસારનું કારણ છે તેમ જાણી મનને રાગાદિ ભાવથી રહિત કરવું.
- મન જ્યારે આત્મસ્વરૂપમાં શાંત થાય છે ત્યારે જ્ઞાનમય આત્મા પ્રગટ થાય છે. તે કારણથી મોહરૂપી અંધકાર અને અવિદ્યા મૂળમાંથી નાશ પામે છે. આત્મજ્ઞાનના નિર્ણય વગર ક્ષણે ક્ષણે કૂદકા મારતું . અત્યંત ચંચળ મન જીવને શુદ્ધચારિત્રથી ભ્રષ્ટ કરે છે.
ભવપ્રપંચ મન જાલકી બાજી જૂઠી મૂલ; ચાર પાંચદિન સુખ લગે, અંતે ધૂલ કી ધૂલ. છંદ-૩૯
અર્થ : જીવ પ્રપંચની જાળ દ્વારા ભવ ધારણ કરે છે. તેમાં પુણ્યોદયે મળતા સુખને જ જીવ સુખ માને છે પરંતુ તે સર્વે અસત્ કલ્પના છે. ચાર દિવસના ચાંદરણા જેવું એ સુખ ક્ષણિક છે. કારણ કે માટીનો આ દેહ અંતે માટીમાં મળી જવાનો છે. જેમ રેતી પીલવાથી રેતી જ નીકળે છે. તેમ દેહ અંતે રાખરૂપે પરિણમે છે.
૧૨૧
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org