________________
કદાચ શાસ્ત્રજ્ઞાનના અભ્યાસથી ક્ષયોપશમ જણાતો હોય તો પણ તે અપરમ ગુણ છે, એટલે ક્ષાયોપથમિક ભાવ છે જે કર્મ-આશ્રિત છે. તેથી તેની ભૂમિકા ક્ષાયિક ભાવ જેવી નિશ્ચળ નથી. ક્ષાયોપથમિક ભાવ પરમભાવ સુધી ટકતો નથી માટે ક્ષાયિક ભાવનું લક્ષ્ય કરવાની મતિ જ્ઞાનીજનો આપે છે. ક્ષાયિક ભાવ એ નિશ્ચયનયનો માર્ગ છે તે ભાવે ભવમુક્તિ થાય છે. અન્ય ભાવો કર્મોના ક્ષયોપશમ દ્વારા થતા હોવાથી ત્યાં અટકવું નહિ. પરંતુ ક્ષાયિક ભાવનું લક્ષ્ય કરવું કે જે ભાવ વડે કર્મપ્રકૃતિ મૂળમાંથી જ નાશ પામે અને આત્મવિશુદ્ધિ વૃદ્ધિ પામે.
નૈગમનય કી કલ્પના, અપરમભાવ વિશેષ; પરમભાવ મેં મગનતા, અતિ વિશુદ્ધ નયરેખ. છંદ-૩૬
આત્મભાવની રમણતામાં નયઆશ્રિત દષ્ટિ બતાવે છે કે નૈગમનય એટલે સામાન્ય અને વિશેષ ધર્મને ગ્રહણ કરવાવાળી દૃષ્ટિ તથા ભૂત અને ભાવિનો આરોપ કરવાવાળી દૃષ્ટિ છે. વર્તમાનમાં પરમ વિશુદ્ધ સ્વરૂપ તો નથી, પરંતુ સત્તામાં રહેલા શુદ્ધ સ્વરૂપને દૃષ્ટિમાં રાખીને પુરુષાર્થ કરે તો તે ક્ષાયિક જેવા પરમભાવને પામે. અતિ શુદ્ધ એવા અનંત અક્ષય અને અવ્યાબાધ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. પરંતુ નૈગમનયની કલ્પનામાં પ્રત્યક્ષ પરમભાવની વિશેષતા નિશ્ચયનય જેવી નથી.
કેવળ ભૂતભાવિની કલ્પના કરે તો કદાચ સામાન્ય શુભ ભાવોની વિશેષતા થાય. નિશ્ચયનય શુદ્ધ દ્રવ્યની દૃષ્ટિ કરાવે છે. તે દૃષ્ટિ પરમભાવમાં લય પામે છે માટે નિશ્ચયદષ્ટિ દ્વારા તત્ત્વનો નિર્ણય કરવો. નિશ્ચયથી તો ક્ષાયિકભાવ જ આત્મરૂપ છે તે ઉપાદેય છે. અન્ય ભાવો કર્મઆશ્રિત હોવાથી ત્યાજ્ય છે. માટે પૂર્ણ સ્વરૂપની પ્રાપ્તિના આદર્શમાં નિશ્ચયનયનો આશ્રય લેવો.
રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ ખોજ; ઘટ મેં ભી પ્રગટે તદા, ચિદાનંદ કી મોજ. છંદ-૩૭ સાધક – મુક્તિમાર્ગનો ચાહક જ્યારે રાગાદિ ભાવોનો ત્યાગ
૧ર૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org