________________
શુદ્ધાત્મા સત્તાઅપેક્ષાએ અને પ્રગટ થયેલો પરમાત્મસ્વરૂપે અગ્રાહ્ય એવાં સ્ત્રી, ધન, પુત્ર આદિ પદાર્થોને ગ્રહણ કરતો નથી. ક્રોધ, માન, માયા, લોભ જેવા કષાયરૂપી વિભાવને ગ્રહણ કરતો નથી, કર્મોદયના નિમિત્ત જ્ઞાનાવરણ આદિ કર્મપ્રકૃતિને ગ્રહણ કરતો નથી, મન-વાણી કે કાયાના વ્યાપારથી યુક્ત નથી. નરકાદિ ચારે ગતિની આકૃતિને ગ્રહણ કરતો નથી. બાળ-વૃદ્ધ-યુવાન આદિ અવસ્થાથી આવૃત્ત થતો નથી. સ્ત્રી-પુરુષ જેવા લિંગથી લપાતો નથી. શુદ્ધાત્મા આવા સર્વ પરભાવો, પરવૃત્તિ અને પરપદાર્થોથી મુક્ત જ છે. પ્રજ્ઞા વડે સાધકે આવા સર્વ વિકલ્પોને નષ્ટ કર્યા છે.
જોકે શુદ્ધાત્મા એક પદાર્થ હોવાથી ગુણસંપન્ન છે, તેથી પોતાના સહભાવી એવા જ્ઞાનદર્શનાદિ ગુણોને ક્યારેય પણ અગ્રાહ્ય કરતો નથી. તેમાં જ સદા રમણ કરવું તે એનું લક્ષણ છે, તે શુદ્ધાત્મા
જ્યારે પૂર્ણજ્ઞાનસ્વરૂપે પ્રગટ થાય છે ત્યારે સમસ્ત વિશ્વના સર્વ પદાર્થોને જાણે છે, અને સ્વને જાણનારો તેવો તે સ્વસંવેદ્ય છે.
આવો જ્ઞાનસ્વરૂપ આત્મા ક્યારેય પણ બુઝાતો નથી, તેની ચેતનાશક્તિ સનાતન સ્કુરિત છે, તે સ્વસંવેદ્ય છે. તે બાહ્ય સાધન વડે પ્રાપ્ત નથી. યોગીઓ સ્વરૂપમાં ડૂબકી મારીને જ તેને પ્રગટ કરી શક્યા છે.
પ્રજ્ઞા વડે તેણે દેહાદિથી ભિન્ન પોતાને અનુભવ્યો છે, તે અબદ્ધ અને અસ્પષ્ટ છે. દેહાદિથી તેનું અસ્તિત્વ તદ્દન ભિન્ન છે.
માનવદેહમાં રહેલા આ શુદ્ધાત્માને પ્રગટ થવાનો ઉપાય મળે છે. તેને ભાન થાય છે કે આ જાણનારો અને વદનારો કોણ છે ? પોતે પરપદાર્થોનો જ્ઞાતા-દ્રષ્ટા છે, કર્તાભોક્તા નથી. અરે, જાણનાર કોણ તેવા વિકલ્પો પણ શમી ગયા છે. કેવળ નિજસ્વરૂપની રમણતામાં જ મોજ માણે છે.
પરપદાર્થોને ગ્રહણ કરી, પોતાના માની તેણે અનંત કાળ ગુમાવ્યો. હવે તેનો બોધ પ્રાપ્ત થતાં, પ્રથમ તો પરદાર્થોના વિકલ્પો શમી ગયા, શુદ્ધાત્માને તો હવે કંઈ ગ્રહણ કે ત્યાગપણું પણ રહ્યું "
૫૪ Jain Education International
આતમ ઝંખે છુટકારો
For Private & Personal Use Only
www.jainelibrary.org