________________
સુખો તુચ્છ અને વિનશ્વર જણાય છે. આથી અંતર-બાહ્ય વિકલ્પો શમી જાય છે.
પ્રાથમિક ભૂમિકામાં તેને ગુરુ આદિના ઉપદેશની આકાંક્ષા હતી. તે પણ શમી ગઈ છે. શુદ્ધાત્મા જ તેનો ગુરુ છે. વળી, બહારમાં શિષ્યોને ઉપદેશ દેવાની વૃત્તિ હતી તે પણ શમી ગઈ છે. અર્થાત્ જે જે ભૂમિકાએ જે યોગ છે તે પ્રમાણે તે આરાધે છે, જેમ જેમ બાળક આગળના ધોરણમાં જાય તેમ તેમ પાછળનાં પાઠ્યપુસ્તકો છૂટતાં જાય તેવી રીતે સાધનામાર્ગમાં પણ ભૂમિકા પ્રમાણે બાહ્ય કારણો-નિમિત્તો છૂટતાં જાય છે. અર્થાત્ નિરાલંબન સ્થિતિ થતાં પૂર્વે જે આલંબનો ગ્રહણ કર્યાં હતાં તે સહજભાવે છૂટી જાય છે. જેમ અશુભભાવથી છૂટવા શુભ આલંબન ગ્રહણ કર્યા હતાં. પરંતુ જ્યાં શુદ્ધભાવની સ્પર્શના થઈ ત્યાં શુભ આલંબન પણ છૂટી જવાનો ક્રમ આવે છે.
આલંબન સાધન જે ત્યાગે, પરપરિણતિને ભાગે રે;
અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, “આનંદઘન” પ્રભુ જાગે રે.
નાનું બાળક ચાલતાં શીખે ત્યારે મા આંગળી પકડી ચલાવે, ઠેલણગાડી આપે. પરંતુ બાળકના પગમાં ચાલવાની ક્ષમતા થતાં ઠેલણગાડી છૂટી જાય છે. તેમ, ભૂમિકા અનુસાર આલંબન એ પણ પરાશ્રય હોવાથી તેનો ત્યાગ હોય છે. કેવળ ક્ષાયિક ભાવે જ્ઞાન-દર્શન અને ચારિત્ર જ ત્યાં પ્રગટ થાય છે
यदग्राह्यं न गृह्णाति; गृहीतं नापि मुंचति ।
जानाति सर्वथा सर्वं, तत्स्वसंवेद्यमस्म्यहं ॥२०॥ રહે નહિ અગ્રાહ્યને, છોડે નહિ ગ્રહેલ; જાણે સૌને સર્વથા, તે હું છું નિવે. ૨૦
અર્થ : શુદ્ધાત્મા અગ્રાહ્ય પરપદાર્થોને ગ્રહણ કરતો નથી અને જ્ઞાનાદિ સ્વરૂપ સહભાવી ગુણોને ત્યજતો નથી. શુદ્ધાત્મા સર્વ પદાર્થોને સંપૂર્ણ જાણે છે, તે પોતાને પણ સંપૂર્ણપણે જાણે છે. પોતાને જાણતો શુદ્ધાત્મા સ્વસંવેદ્ય છે.
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org