________________
એવા ચેતનને વળી કથા શું ? આમ વિચારવાથી વચન શાંત થશે. વચન શાંત થતાં વિકલ્પ શાંત થશે. વિકલ્પ શાંત થવાથી ચિત્ત શાંત થશે અને આખરે પરપદાર્થોનો મોહ કે અહં શમી જતાં નિર્વિકલ્પ યોગ સાધ્ય થશે જે તને પરમાત્મસ્વરૂપે પ્રગટ થવામાં કારણ છે.
ભાઈ ! તને જે સપ્તધાતુનું પૂતળું દેખાય છે તેનાથી મુક્ત થવાનો ઉપાય આ યોગ છે. તેવા યોગને સાધવાને બદલે તું કેવળ આ દેહ તે હું તેમ પોપટ-રટણ શા માટે કરે છે ? દેહરૂપી પીંજરામાં પુરાવા છતાં તું તને સુખી માને છે ? ભાઈ, એ પિંજર એક દિવસ છોડવાનું છે. યોગસાધક યોગી એને ખરા સ્વરૂપે માને છે. તે જીર્ણ થાય તે પહેલાં તે દેહભાવની વાસનાને જીર્ણશીર્ણ કરી દે છે, આત્મરમણતામાં લીન બને છે.
यत्परैः प्रतिपाद्योऽहं, यत्परान् प्रतिपादये ।
उन्मत्तचेष्टितं तन्मे, यदहं निर्विकल्पकः ॥१९॥ બીજા ઉપદેશે મને, હું ઉપદેશું અન્ય
એ સૌ મુજ ઉન્મત્તતા, હું તો છું અવિકલ્પ. ૧૯ અર્થ: હું પર થકી પ્રતિષ્ઠિત થાઉં છું. અને હું પરપદાર્થોનું પ્રતિપાદન કરું છું તે મારી ઉન્મત્ત ચેષ્ટા છે, કારણ કે હું તો નિર્વિકલ્પ છું.
હું આત્મા-ચૈતન્યસ્વરૂપ છું તે જાણતો નથી. ગુરુજનો મને જણાવે છે. ચૈતન્યસ્વરૂપનું પ્રતિપાદન કરે છે, અને વળી જ્યારે હું ગુરુસ્થાન પામું છું ત્યારે શિષ્યાદિકનું પ્રતિપાદન કરું છું. આમ, મોહવશ હું ઉન્મત્ત ચેષ્ટા કરું છું. પરંતુ આવા વચન પ્રતિપાદનથી મારું સ્વરૂપ અગ્રાહ્ય છે, સ્વરૂપનો બોધ થતાં તે સર્વે મને અગ્રાહ્ય છે.
સ્વરૂપનો બોધ થતાં સાધક-અંતરાત્માને અસાર અને ક્લેશજનિત આ સંસારથી ઉદાસીનતા આવે છે, જન્મમરણના પરિભ્રમણનો ત્રિવિધ તાપ તેને સમજાય છે. જગતના પદાર્થોનાં પ્રલોભનો વ્યર્થ જણાય છે. અરે ! સગાં-સ્વજન પણ તેને પરજન જણાય છે. સંસારનાં
આતમ ઝંખે છુટકારો
પ૨. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org