________________
અબોધ છે, તેને કંઈ પણ સમજાવું તો તે સમજવાના નથી. તો પછી વચન વડે તને કંઈ પણ કહેવું વ્યર્થ છે. વળી, જાણનાર એવો આત્મા દશ્ય ન હોવાથી મારે કોને કહેવું-સમજાવવું કે વચન ઉચ્ચારવાં ? માટે બાહ્ય કે અંતર્ વિકલ્પ કરવા જેવો નથી.
આમ, ચિત્તનિરોધરૂપ આ સમાધિમય યોગ છે. તેવા યોગ માટે બોધ આપે છે કે રૂપી પદાર્થો જડ હોવાથી તે તને જાણતા નથી, તું તે પદાર્થો દ્વારા સુખભોગની કલ્પના કરે છે પણ તે તને કહેતા નથી કે અમને સુખ થાય છે. તે તારી સાથે કંઈ પણ ઉચ્ચાર કરતા નથી, પથ્થરની શિલા જેવા જડ તે પદાર્થો, દેહાદિ દશ્યજગત તને જાણતું નથી. તે તેના પરિણમનને આધીન છે, તો તું શાને માટે વાણીનો વ્યર્થ વ્યાપાર કરી, વિકલ્પ કરી કર્મને બાંધે છે ?
જગતની રચનાનાં છ દ્રવ્યોમાં, જીવ-અજીવ, ધર્મ-અધર્મ, કાળઆકાશમાં અવરૂપ પુદ્ગલમાત્ર રૂપી છે. તે સ્પર્શ, ગંધ, વર્ણ અને શબ્દરૂપ છે, તેનામાં જ્ઞાનગુણ નથી, તે તને જાણવાના નથી. તું તે પદાર્થોમાં મોહ પામી અંતરમાં વિકલ્પ કરે છે અને સ્વરૂપને ભૂલે છે.
સ્પર્શ-ગરમ-શીત એવા કોઈ પદાર્થે તને કહ્યું કે તમે મને ભોગવો, મારી પ્રશંસા કરે; રસનાના ખાટા-મધુર સ્વાદે તને કહ્યું તમે મારો સ્વાદ જાણ્યો તેથી મને આનંદ થયો; કોઈ સુગંધે તને કહ્યું કે મને સુંઘવાથી સુખ ઊપજ્યું છે – કોઈ રૂપી પદાર્થ તે જોયા તેથી નાચી ઊઠ્યું? અને શબ્દોએ તને શું પ્રતિસાદ આપ્યો ? તો પછી તારે શા માટે વ્યર્થ વિકલ્પ કરી વાચારૂપી જાળમાં ફસાવું ? આવો બોધ પરિણમન પામે તો વચન સંયમ થતાં, વિકલ્પ શમવાથી મનનો નિરોધ થવો સંભવ છે.
કદાચ તને વિકલ્પ ઊઠે કે ભલે સ્પર્શાદિ ઈન્દ્રિયો આ સર્વ જાણતી નથી. પણ હું તો જાણું છું. ભાઈ, તું જેને જાણનાર કહે છે તે તને દેખાતો નથી. તો પછી જે આવો અરૂપી છે તેની સાથે શી કથા કરવી ? તું જાણે છે કે આકાશ જેવો પદાર્થ અરૂપી છે તેની સાથે વાણી-વ્યવહાર થઈ શકતા નથી. તો પછી અરૂપી
સમાધિશતક
૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org