________________
અંતરમાં ચિદાનંદરૂપ ઘન જેમ ઇન્દ્રાધાર વર્ષા વરસે તેમ વરસી રહ્યું છે. જ્ઞાનરૂપી પ્રકાશમાં તે સ્વયં પ્રકાશિત થયો છે. જ્ઞાન અને ક્રિયાનો અહીં મેળ સધાયો છે, જેવું જ્ઞાન છે તેવી ક્રિયા પણ સત્ છે.
ચિદાનંદસ્વરૂપ યોગીની રમણતા નિજપદમાં છે, તેમનું સ્થાન અંતરંગમાં છે. પૂર્વના સંસ્કારો તો અંદર ને અંદર જ નષ્ટ થઈ જાય છે, જેમ જેમ નિજપદમાં રમણતા રહે છે તેમ બાહ્ય જગતના રૂપાદિ પદાર્થો અલોપ થતા જાય છે અર્થાત્ જે વાસ્તવિક સ્વરૂપ હતું તે પ્રગટ થાય છે.
આ યોગીને હવે રોગ-શોક, જન્મ-મરણ, લાભ-હાનિ સ્પર્શતાં નથી, કેમ કે અવ્યાબાધ આરોગ્ય જેમાં ૨હેલું છે તે આત્મદ્રવ્ય પ્રગટ થયું છે, આત્મત્વનું અમરત્વ તેમણે અનુભવ્યું છે, જીર્ણતા પામતું શરીર તો જાણે તેમણે દેહમાં રહીને જ ત્યાગી દીધું છે.
યોગી જાણે છે કે ચિત્તની રુગ્ણતા દૂર થયા પછી શરીરની જર્જરતા ચિત્તને શું હાનિ કરશે ! શુદ્ધ થયેલો આત્મા તો જીર્ણતાને પામતો નથી. સર્વ વાસના જ્યાં શમી છે ત્યાં ચિદાનંદની મસ્તી કહી કે સાંભળી જાય તેવી નથી, અલખ છે.
यन्मया दृश्यते रूपं, तन्न जानाति सर्वथा ।
जानन्न दृश्यते रूपं, ततः केन ब्रवीम्यहम् ॥ १८ ॥ રૂપ મને દેખાય જે, સમજે નહિ કંઈ વાત; સમજે તે દેખાય નહિ, બોલું કોની સાથ.
૧૮
અર્થ : મને જે આ રૂપ-દેહ આદિ સર્વ પદાર્થો દેખાય છે તે તો અચેતન છે. એ પદાર્થ કોઈને જાણતા નથી અને ચૈતન્યસ્વરૂપ આત્મા તે આ ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી, તો કોની સાથે બોલું ?
અહો ! કેવું આશ્ચર્ય છે કે જગતના પદાર્થો ઇન્દ્રિયોના સાધનથી મને દેખાય છે, તે મને જાણતા નથી અને એ પદાર્થોને જાણવાવાળો દૃશ્ય થતો નથી. તો પછી અગોચર એવો હું કોની સાથે વાણીવ્યાપાર કરું ? વળી, દેહ આદિ સર્વ પદાર્થો દૃશ્યમાન જગત છે તે અચેતન
૫૦
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org