________________
આશા આપત્તિ છે, સ્વરૂપ સંપત્તિ છે.
પ્રમાદ એ વિપત્તિ છે, અપ્રમાદ એ સંપત્તિ છે.
પરભવ ભ્રમ છે, સ્વભાવ ધર્મ છે.
સંસારમાં રૂપાદિકમાં મોહ પામી શું મેળવ્યું ? રૂપે મોહેલા જીવોએ નરક જેવા સ્થાનમાં કદરૂપતા જ પ્રાપ્ત કરી, વાણીમાં મોહેલા જીવો નામરૂપને જ કહેતા-કહેવરાવતા રહ્યા. વાણીને મલિન કરી, એ ઇન્દ્રિય છતાં મૂંગાપણું પામ્યા. સ્પર્શસુખથી લોભાયેલો જીવ સ્પર્શના સુખમાં આક્રાંત બની કામી બની નિગોદ સુધી પહોંચી ગયો, અને રસનાનો લોલુપ તો સ્પષ્ટ જિલ્લાથી આહાર લેવા અસમર્થ બને તેવા સ્થાનમાં ઊપજ્યો. ગંધની વિવિધતામાં રાચતો જીવ ભ્રમર બની ભટક્યો અને કામનો ભોગ બન્યો. તું જ વિચાર કે આમાં તું શું સુખ પામ્યો ? લૂંટાતો જ રહ્યો. સાવ દરિદ્રી જેવો, તારી પાસે અક્ષય ખજાનો હોવા છતાં ભીખ માગતો જ રહ્યો.
પ્રભુવચનનો તેં અનાદર કર્યો, સદ્ગુરુના આશ્રયને ત્યજી દીધો અને ઇન્દ્રિયાદિક વિષયમાં એવો રાચ્યો કે જે કંઈ માનવભવમાં લાવ્યો હતો તે પણ લૂંટાઈ ગયું. જે કંઈ મેળવ્યું હતું તે ગુમાવીને ખાલી હાથે વિદાય થવાનો વારો આવ્યો.
માટે હજી જે કંઈ સમય બાકી છે તેનો સદ્ઉપયોગ કરી લે. થોડું સાહસ કરી જંજીરમાંથી છૂટો થા. પછી સંતોની કૃપા તારી સાથે છે.
પરમ પદ આતમ દ્રવ્યકુ, કહત સુનત કછું નાહિ;
ચિદાનંદઘન ખેલ હી, નિજપદ તો નિજ માંહિ. છંદ-૧૭
પરમપદસ્વરૂપ આત્મા વચનાતીત છે. તેને કહી કે સાંભળી શકાતો નથી. એવા ચિદાનંદ-ધનરૂપ આત્માની રમણતા તો પોતાના સ્વરૂપમાં જ છે. આત્મા સ્વયંપ્રકાશક છે. તેવા આત્મા વિશે . વચન કે વિકલ્પ શું હોય ?
પરમપદસ્વરૂપ આત્મા સ્વયં પ્રકાશિત છે. તેનું સુખ કહ્યું કે વર્ણવ્યું જતું નથી. તેને બહાર ધન-માનની પ્રાપ્તિ ભલે નથી, પરંતુ
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૪૯
www.jainelibrary.org