________________
રૂપાદિક કો દેખવો, કહન કહાવન કૂટ;
ઇન્દ્રિય યોગાદિકબળે એ સબ લૂંટાલૂંટ. છંદ-૧૬ હે મહાનુભાવ ! રૂપાદિક પદાર્થો જોવા, કહેવા, કોઈની પાસે કહેવરાવવા જેવી સર્વ કૂટ-તુચ્છ વૃત્તિ-પ્રવૃત્તિમાં તું કેમ પડ્યો છે ? મન, વચન અને કાયાની ક્રિયાશીલતાથી આત્મા પ્રદેશોમાં આકર્ષણ પેદા થાય છે તેથી, આત્માના ઉપયોગમાં પરભાવ, પરપદાર્થોમાં પ્રવેશ કરીને સ્વયં આત્મધનને જ લૂંટાવી દે છે. કારણ કે સ્વભાવથી ચુત થયેલો ઉપયોગ રાગાદિ તંદ્રમાં ફસાય છે, કષાયરૂપી ચોરો તેને લૂંટે છે અને આહારાદિ સંજ્ઞાઓ તો તેને જકડીને નહિ કરવા યોગ્ય કાર્ય કરાવે છે. નિંદા, ક્રૂરતા, હિંસા, અસત્ય, ચોરી, મૂછ જેવા મિથ્યાભાવ વડે તારો ખજાનો લૂંટાઈ જાય છે.
પંચેન્દ્રિયની ભોગભૂમિમાં ભ્રમિત થયેલો તું કાળની ફાળમાં મરણને શરણ થઈશ તે તો મોહ તને જણાવા દેતો નથી. માટે જગતના પ્રપંચો તારી આગળ પ્રગટ કરીને સગુરુ તને કહે છે કે ચેત ભાઈ ચેત. મન-વચન-કાયાના પરિવર્તનશીલ જાળામાંથી તું બહાર નીકળ અને શુદ્ધ ઉપયોગ અને સમતાને ધારણ કર, કારણ કે અંતર્દૃષ્ટિ ખૂલતાં પહેલાં વળી તને તારામાં રહેલા સૂક્ષ્મ સંસ્કારો ડગાવી દેશે.
બાહ્ય ત્યાગ તને આશ્વાસન આપશે. માનની મીઠાશ આપશે, અને મન મોહવશ ત્યાં રોકાઈ જશે. કારણ કે સાધનામાર્ગમાં તારું પુણ્યબળ જાગશે તો તને ઘણાં પ્રલોભનો ખેચી લેશે. ત્યારે તે કરેલો બાહ્ય પદાર્થોનો ત્યાગ તને અભિમાનના ખાડામાં ઉતારી દેશે. પહેલાં તું ઇન્દ્રિયોના સ્પર્શાદિના સુખને ગાતો, લોકો પાસે ગવરાવતો. હવે તું ત્યાગનું વર્ણન કરતો થઈશ એટલે જે કાર્ય નીપજવું જોઈએ તે રહી જશે અને તું લૂંટાતો રહીશ. કોઈ સદ્દભાગ્યે સરુયોગે જો તને ભાન થાય તો સમજાય છે કે ઇન્દ્રિયાદિક સુખ, બહારની યશકીર્તિ એ વ્યર્થ વ્યાપાર છે. જેને સ્વાધીન સુખ જોઈએ છે તેણે તો પરમાર્થપંથે ચાલવું પડશે, તેણે સર્વ સાંસારિક આશા-તૃષ્ણા છોડવી પડશે.
૪૮ Jain Education International
આતમ ઝંખે છુટકારો.
For Private & Personal Use Only
www.jainelibrary.org