________________
પ્રકૃતિઓ જ તારો સ્વભાવ છે.
હે ચેતન ! આ ભ્રાંતિવાળી મતિનો ત્યાગ કર. અને અંતષ્ટિ કરી તારા આત્મધનને પ્રાપ્ત કર, એ તો અક્ષય ખજાનો છે. તું તેને રોજે ભોગવે છતાં ખૂટે નહિ. કોઈ તેને લૂંટે નહિ. તારાથી
ક્યારે પણ તે છૂટે નહિ, અને એ અક્ષયપાત્ર કદી તૂટે નહિ. તું મોહદષ્ટિથી ભ્રમિત થયો છું તેથી તને એ અહમના અંધકારમાં દેખાતો નથી તે જોવા માટે આ ચર્મદષ્ટિ કામ ન લાગે. તે માટે તારે અંતરચક્ષુ ખોલવાં પડશે અને તે કોઈ સગુરુના પ્રવચનરૂપી અંજનથી ખૂલશે ત્યારે તું તારામાં રહેલું આ અક્ષયનિધાન જોઈ શકીશ.
આ મોહે તને અસતમાં સતનું ભાન કરાવ્યું છે અને સમાં અસત્ ભ્રમ પેદા કર્યો છે. તું ભ્રમિત થઈને ભટક્યો છે અને માયાના બંધનમાં ફસાયેલો છે તેથી તું કોણ છું, ક્યાંથી આવ્યો છું તેનું તને ભાન કે ભેદ નથી. કર્મના ધક્કે ચાલતો જન્મમરણ આધીન રહ્યો છું. છેવટે કાળપાશમાં પડી આખરે પુનર્જન્મ ધારણ કરે છે, વળી મરણ પામે છે. જોનાર સૌ તું ગયો તેનો ક્ષોભ પામી જુએ છે, અને પોતાને અમર માને છે.
આવી ઘટમાળ જાણીને સાધક આ સઘળી વિષમતામાંથી બહાર નીકળે છે અને સગુરુના બોધે જાણે છે કે પોતે તો અવિનાશી અને સ્વયંભૂ છે. મોહદષ્ટિ ત્યજીને તે અંતરંગદષ્ટિ દ્વારા પોતાનું આશ્ચર્યજનિત સ્વરૂપ જુએ છે અને દીર્ઘકાળના મંથન પછી પ્રાપ્ત થયેલા અમૂલ્ય એવા નિજ સ્વરૂપમાં લીન થાય છે, માટે ગ્રંથકાર કહે છે કે ભાઈ, હવે તું નિજસ્વરૂપમાં દષ્ટિ કરીને આ સઘળી મોહદૃષ્ટિનો ત્યાગ કરજે.
જગતના જીવો પ્રત્યે તમે કર્મના વિષમપણાનો વિચાર ન કરશો, પરંતુ ચૈતન્ય લક્ષણે સર્વ જીવો સમાન છે, તેમ વિચારજો, તેમાં તમને સાચું દર્શન થશે. તે દર્શન તમારી દૃષ્ટિને નિર્મળ બનાવશે – જે મુક્તિનું કારણ છે. માટે ગોરા-કાળા, ઊંચા-નીચાની દેહદૃષ્ટિ મૂકી દેવી. અને સર્વ જીવને આત્મસ્વરૂપે જુઓ.
સમાધિશતક
૪o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org