________________
નથી. પોતાનું હતું નહિ તેને પોતાના માની જે પદાર્થો ગ્રહણ કર્યા હતા, તે સહજભાન થતાં સ્વયં છૂટી ગયા. તેથી હવે ત્યાગનો વિકલ્પ પણ રહ્યો નથી. અને જે પોતાનું સ્વરૂપ છે તે તો ગ્રહિત છે, તેને ત્યજવાનો વિકલ્પ ન હોય.
શુદ્ધાત્માને ત્યાગ અને ગ્રહણ નથી તો પછી તે શું કરે છે ? આત્માનો ગુણ જાણવાનો છે. તે સ્વને અને સર્વને જાણે છે. જાણવું તે જ તેનો સ્વભાવ-ક્રિયા છે. તે સ્વસંવેદ્ય હોવાથી પોતાને શુદ્ધાત્મા માને છે.
હું સ્વતંત્ર તત્ત્વ છું. જ્ઞાતા-દ્રષ્ટા સ્વરૂપ છું. ‘સોહં' જેવું પરમાત્મસ્વરૂપ છે તેવો જ હું છું, અથવા જેવું મારું શુદ્ધ સ્વરૂપ છે તેવું જ પરમાત્મસ્વરૂપ છે. અહો ! આશ્ચર્ય, એક જ સ્વરૂપે હોવા છતાં રાગ અને વીતરાગનું કેવું અંતર પડી ગયું ? પરની આશાએ મારું જાણપણું જ્ઞાન મેં ગુમાવ્યું હતું. હવે મને સ્વ-પરનો ભેદ સમજાયો અને દુઃખમુક્ત થવાનો ઉપાય મળ્યો. જગત સ્વયં પોતાના નિયમને આધીન ચાલે છે, મારે તેમાં કર્તા-ભોક્તા થવાની શી જરૂર છે ? હું કેવળ સહજાનંદસ્વરૂપ છું.
આત્મા કર્તા છે ? ના.... આત્મા જ્ઞાતા-દ્રષ્ટા છે :
આત્માના જ જ્ઞાનદર્શનાદિ ગુણોના સ્વભાવનો કર્તા આત્મા છે. મોહ, રાગ, દ્વેષ, વૈભવ-અજ્ઞાનભાવનો કર્તા અન્નાની આત્મા છે.
અજ્ઞાની આત્મા દેહાદિ પરપદાર્થોમાં થતા રાગાદિને પોતાનું સ્વરૂપ માની તેનો કર્તા-ભોક્તા બને છે. શુભ કે અશુભ પરિણામે આત્મા શુભાશુભ પરિણામવાળો કહેવાય છે. જ્ઞાની શુદ્ધ પરિણામે રહીશુદ્ધ-પરિણામી કહેવાય.
મૃત્યુને તરી જવાનો, અમૃતનો સ્વાદ લેવાનો આ અપૂર્વ અવસર છે તેમ તે જાણે છે.
જ્ઞાતા હોવાથી જીવ-અજીવાદિ તત્ત્વોને સમ્યગ્ પ્રકારે જાણે છે. પરંતુ તે તત્ત્વમય થતો નથી. છ દ્રવ્યોને યથાર્થપણે જાણે છે છતાં પોતાનાં સંવેદનોને ત્યજતો નથી. અર્થાત્ વીતરાગના વચન પ્રમાણે
સમાધિશતક
Jain Education International
For Private & Personal Use Only
૫૫
www.jainelibrary.org