________________
ત્યજવા જેવું ત્યજી દે છે અને ઉપાદેયને આચરે છે. ભવ્ય જીવનને માણતો અપૂર્વતાને પામે છે.
જ્ઞાની અજ્ઞાની પદાર્થને જાણે છે. જ્ઞાની જાણે છે પરંતુ તે તે પદાર્થોમાં એકત્વ બુદ્ધિ કરતા ન હોવાથી બંધનમુક્ત રહે છે. અજ્ઞાની જાણે છે, સાથે તે તે પદાર્થમાં આસક્ત થઈ માણે છે. આવું જ જમીન અને ગગન જેવું જ્ઞાની અને અજ્ઞાની વચ્ચેનું છે. બંધન અને મુક્તિ વચ્ચેનું છે. કોલસા અને હીરા જેવું છે. જડ અને ચૈતન્યનો ભેદ ઊકલી જાય તો બોધસ્વરૂપ આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપે છે તે જ પ્રગટ થાય છે.
ગ્રહણ અયોગ્ય ગ્રહે નહિ, ગ્રહ્યો ન છંડે જેહ; જાણે સર્વસ્વભાવને, સ્વપર
પ્રકાશી તેહ. છંદ-૧૮
ઉપરોક્ત શ્લોકમાં જે કહ્યું છે તેના સમર્થનમાં કહે છે, કે યોગીજનો અંતર-બાહ્ય કોઈ પણ પદાર્થ કે જે અગ્રાહ્ય છે, આત્મસ્વરૂપથી વિપરીત છે, સ્વભાવરૂપ નથી. તેને ગ્રહણ જ કરતા નથી અને જે આત્મસ્વભાવરૂપ છે તેવા જ્ઞાનાદિક તેને ક્યારેય પણ છોડતા નથી, સ્વભાવથી વ્યુત થતાં નથી.
કારણ કે જડ એવા શરીરાદિ પુદ્ગલપદાર્થો, રાગાદિ ભાવો, આહારાદિ સંજ્ઞાઓ, શુભ-અશુભ લેશ્યાઓ કે કર્મજન્ય અનેક પ્રવૃત્તિને ગ્રહણ કરવાથી જીવ અનંતકાળથી રખડ્યો છે અને દુઃખ પામ્યો છે. એમ બોધ થવાથી તેવા કોઈ પદાર્થને સાધક ગ્રહણ કરવાની અલ્પ પણ આકાંક્ષા રાખતો નથી, જોકે સ્વભાવથી ભિન્ન એવા સ્પર્શાદિ પદાર્થોને શુદ્ધાત્મા ક્યારેય પણ ગ્રહણ કરતો નથી, પણ તેનો સંયોગ થતાં મારાપણાનો ભ્રમ ગ્રહણ-ત્યાગના ભાવ કરે છે. વાસ્તવમાં આત્માના સ્વરૂપનાં જે પદાર્થો કે લક્ષણ નથી તે જીવને અગ્રાહ્ય છે. તેને ક્યારેય પણ ગ્રહણ કરતો નથી.
યોગી જ્ઞાનસ્વભાવને જાણે છે કે હું તો સ્વ-પર પ્રકાશી છું, કોઈ પદાર્થનો કર્તા-ભોક્તા નથી. અજ્ઞાની પરપદાર્થમાં સુખબુદ્ધિ કરીને છેતરાય છે. અને તેને ગ્રહણ કરવા મિથ્યા પ્રયત્ન કરે છે. પરંતુ
૫૬
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org