________________
અવતાર માનવીનો ફરીને નહિ મળે; અવસર તેરી જવાનો ફરીને નહિ મળે. મધદરિયે પડેલું રતન ફરીને નહિ મળે તેમ આવો માનવદેહ અને યોગ નહિ મળે. એક વાર સાહસ કર. અવિદ્યાને દૂર કર. તે તારું સત્ત્વ છે જ નહિ. આત્મજ્ઞાન એ તારું પોતાનું ધન છે. તેને ક્ષુદ્ર પ્રપંચાદિમાં ક્યાં ફગાવી દે છે ? અને મળ્યું છે તેનાથી નીચે જવાનાં કાર્યો શા માટે કરે છે ? જો આ જ અવિદ્યા સાથે અહીંથી વિદાય થયો તો તે તેને અન્ય જન્મમાં આ જ સંસ્કારોમાં મૂંઝવશે. ત્યાં તને કોણ છોડાવશે?
देहे स्वबुद्धिरात्मानं युनक्त्येतेन निश्चयात् ।
स्वात्मन्येवात्मधीस्तस्माद्वियोजयति देहिनं ॥१३॥ દેહબુદ્ધિ જન આત્માને કરે દેહ સંયુક્ત; આત્મબુદ્ધિ જન આત્મને તનથી કરે વિમુક્ત. ૧૩
અર્થ : દેહમાં સ્વાત્મબુદ્ધિ કરનાર બહિરાત્મા નિશ્ચયથી આત્માને દેહરૂપે જાણે છે. પરંતુ આત્મામાં આત્મબુદ્ધિ કરનાર અંતરાત્મા આત્માને શરીરથી જુદો જાણે છે. તેથી અંતરાત્મા દેહથી અત્યંત મુક્ત થાય છે.
નિગોદથી માંડીને તિર્યંચપંચેન્દ્રિય સુધીની યાત્રામાં જીવને આત્મસ્વરૂપે જાણવાનો બુદ્ધિજન્ય વિકાસનો યોગ જ ન હતો. તેમાં વળી એકેન્દ્રિય જાતિમાં જીવ અત્યંત અજ્ઞાનરૂપે રહ્યો. અને કેવળ સ્પર્શેન્દ્રિય હોવાથી તેના સંસ્કાર વડે દેહરૂપ વાસના જ તેણે સેવી હતી. આવા અજ્ઞાનયુક્ત સંસ્કારથી તેને દેહમાં આત્મબુદ્ધિનો નિશ્ચય થઈ ગયો તેથી પોતાના પરમાત્મસ્વરૂપનો તે નિર્ણય કરી શકતો નથી. દશ્યમાન દેહને જોઈને તે દેહી છે તેમ માની અદેશ્યસ્વરૂપ એવા આત્માને તે જાણતો નથી. પરિણામે આત્મા ચૈતન્યસ્વરૂપ હોવા છતાં જાણે તે દેહની જેમ જડ હોય તેમ તેને જણાય છે.
પરંતુ કોઈ યોગાનુયોગ જ્ઞાનીપુરુષનો યોગ થતાં જીવને ભાન થાય છે કે જ્ઞાની કહે છે તે યથાર્થ છે. હું દેહ નથી પણ
૩૬
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only