________________
એવા દઢ થાય છે કે આત્મા ચેતનસ્વરૂપને ભૂલી જાણે જડને જ પોતાના માને છે, અથવા જડની સત્તાથી પ્રભાવિત થઈ પોતાનું પૌરુષત્વ ગુમાવે છે.
આવી અવિદ્યા-સંસ્કારને કારણે દેહનો અધ્યાસ છૂટવો દુર્લભ થયો છે. પોતાના દેહની અશુચિ કે ક્ષણિકતા નહિ જાણનારો તેમાં મમત્વ કરે છે. તેમ પુત્રાદિકના દેહને પણ તે પ્રકારે નહિ જાણનારો મમતા કરે છે. વહાલપ કરે છે અને જાણે તે પોતે પુત્રાદિ ભાવે જ વર્તે છે.
આવી અવિદ્યા તેના જ્ઞાન ઉપર પડદો પાડી દે છે, તેથી તેને સાચા હિતનો માર્ગ મળતો નથી. કોઈ વાર તેને કોઈ બોધનો યોગ થાય, જ્ઞાની પોકારીને આત્મસ્વરૂપ સમજાવે તો પણ તેના શ્રવણે તે બોધ પડતો નથી કે મનમાં પરિણમતો નથી, કે અરે ! હું આવું અચિંત્ય તત્ત્વ છું ?
શુભ સંયોગમાં સંસ્કારવશ સુખ માની તે અજ્ઞ વિચારી શકતો જ નથી કે વાસ્તવમાં હું સુખી છું કે દુઃખી છું ! એને લાગે છે કે જેને ભોગનાં સાધન ન હોય તે દુઃખી... મારે તો તેવાં સાધનો છે. જેનું શરીર હૃષ્ટપુષ્ટ ન હોય તે દુઃખી; મારું શરીર તો લાલ ટમેટા જેવું છે. જેને સ્ત્રી ન હોય તે દુ:ખી; ભલે જીવનમાં સંઘર્ષ હોય, પણ મારે સ્ત્રી છે એટલે હું સુખી છું. સ્ત્રી ન હોય તે દુ:ખી. જેને પુત્ર ન હોય તે દુઃખી; મારે પુત્ર છે, ભલે તે કહ્યાગરો ન હોય. જે દરિદ્ર છે તે દુઃખી; મારે તો ધનધાન્ય છે, હું તો સુખી છું. આમ, એણે જગતના પરપદાર્થોના આધારે સુખ માન્યું છે. જે કેવળ શુભયોગનો સંયોગ છે તેને પલટાતાં કેટલી વાર ?
તે શું સ્વયં એવા પલટા જોયા નથી ? અરે ! તારા વડીલો વૃદ્ધ થતાં કે વિદાય થતાં જોયા નથી ? તેં ક્યાંક રોગથી રિબાતા જીવો જોયા નથી ? તું કેટલાને વળાવીને નિરાંતે સૂતો છે ? જાગ ભાઈ જાગ !
સમાધિશતક Jain Education International
૩૫ www.jainelibrary.org
For Private & Personal Use Only