________________
સુખની કલ્પના કરે છે, જન્મજન્માંતરના આ સંસ્કારો અજ્ઞાનવશ દઢ કરે છે. આ સંસ્કારોની પ્રબળતા એવી છે કે જીવ પુનઃ પુનઃ તેમાં જ ફસાય છે. જ્યાં જે યોનિમાં જે દેહ ધારણ કરે તેમાં જ આત્મબુદ્ધિ કરી રાચે છે. માનવદેહમાં મળેલી બુદ્ધિ વડે સમજ પેદા થઈ નહિ તો તેને તિર્યંચ જેવા પ્રાકૃત જીવનમાં શું બોધ થવાનો છે !
અવિદ્યા-અજ્ઞાનથી ઘેરાયેલો બહિરાત્મા પેલા પરભવના સંસ્કારોથી રસાયેલા દેહને જ આત્મા માને છે. આ જન્મમાં આહાર-નિદ્રાના, વૃત્તિઓના કે ભય જેવા સંસ્કારો પુનઃ પુનઃ જાગી ઊઠે છે. આજના કરેલા વિચારો કાલે વળી પાછા ઊમટે છે. તેમ સંસ્કારોની છાપ જન્માંતરે પણ સાથે રહે છે અને જીવની ચેતનશક્તિનો પરાભવ કરી પોતાની સત્તા જમાવે છે.
આ ભવમાં જેવા સંસ્કારોની છાપ પડે છે તે સંસ્કારો આગળના જન્મમાં કાર્યણશરીરરૂપે સાથે આવે છે અને સમય થતાં તેની પ્રકૃતિ અને સ્થિતિ પ્રમાણે ઉદયમાં આવીને તેનો રસ ચખાડે છે. જેમ કુસંસ્કારો આત્મા સાથે આવે છે તેમ સુસંસ્કારો પણ આવે છે, માટે આત્મબુદ્ધિવાળાએ તો દેઢ મનોબળ વડે સુસંસ્કારને ગ્રહણ કરવા, તેવા જ નિમિત્ત વડે આત્માનું સ્વરૂપ તરફ પ્રેરવો.
જીવ અનાદિનો છે, સંસ્કાર અનાદિના છે. બહિરાત્માએ પરના યોગે અને સ્વરૂપના અજ્ઞાને આ દશ્યમાન જગતમાં પરપદાર્થોમાં મમત્વ કર્યું છે. તેની પ્રાપ્તિમાં અભિમાન કર્યું છે, એવા અજ્ઞાનને કારણે તેણે કુસંસ્કારોનો ખજાનો ભેગો કર્યો છે. પૂર્વભવનો આ ખજાનો જાણે ખૂટી ન જાય તેમ તેમાં પુનઃ ઉમેરો કરે છે. તેને માટે તે એક મટીને બે (સ્ત્રીવાળો) અને બે મટીને ચાર, તેમાં વળી સંપત્તિ અને મહત્તા જેવા પ્રકારોને ગુણાકારથી વધારતો જાય છે. એ સર્વ વૃદ્ધિમાં સુખ માને છે. તેમાં કંઈ ખૂટે તો દુઃખ માને છે. સંસ્કારોનો આવો વિભ્રમ તેની સમજમાં આવતો નથી.
આ જિંદગીનું આયુષ્ય ગણતરીવાળું અલ્પ, કાળને આધીન અને જંજાળ તો કેટલી ? શક્તિની મર્યાદા અને તૃષ્ણાના તો ડુંગર. નિરંતર આવો વિભ્રમ પેલા દેહાદિના સંસ્કારને દઢ કરે છે, એ
૩૪
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org