________________
વિસ્મરણ કર્યું. પણ ભાઈ ! તને આ કર્મના ક્ષયોપશમથી માનવજન્મ મળ્યો અને તેં નહિ ધારેલું કે માગેલું તને મળ્યું માટે હવે પૂર્ણ સુખને સાધ્ય કરી લે.
તને વિચારવાથી પણ સમજાશે કે આ જન્મનો જે દેહ તે ધારણ કર્યો છે તેને પૂર્વ કોઈ ક્રિયાની સ્મૃતિ થતી નથી કે મને કાલે પેટમાં દુખ્યું હતું. પરંતુ તે દેહની તે તે ક્રિયાને જાણું છું. જોકે હાલ હું કર્મોથી આવરાયેલો હોવાથી મારું એ જ્ઞાન પણ અજ્ઞાનમૂલક છે. પરંતુ એ અનુભવ વડે પણ તું ખાતરી રાખ કે તું સ્વયં જ્ઞાનસ્વરૂપ છું. હાલ મારા એ જ્ઞાનાદિ અપૂર્ણ છે, પરંતુ કર્મોનાં વાદળાં દૂર થતાં મારું મૂળ સ્વરૂપે પ્રગટ થશે. આત્મા અચલ - ધ્રુવ સ્વભાવે પ્રગટ થશે.
नष्टे वस्त्रे यथाऽऽत्मानं, न नष्टं मन्यते तथा ।
नष्टे स्वदेहेऽप्यात्मानं न नष्टं मन्यते बुधः ॥६५॥ વસ્ત્રનાશથી જે રીતે નષ્ટ ન ગણે શરીર, દેહનાશથી જ્ઞાનીજન નષ્ટ ન માને જીવ. ૬૫
અર્થ : વસ્ત્રનાશથી શરીરનો નાશ નથી તેમ દેહનાશથી જ્ઞાનીઓ આત્માનો નાશ માનતા નથી.
જીવ ગમે તેટલો બુદ્ધિહીન હોય પણ તે એટલું તો જાણે છે કે વસ્ત્રનો નાશ થવાથી શરીર નાશ પામતું નથી. પરંતુ વસ્ત્રાદિનું મમત્વ જીવને વસ્ત્રનાશથી કે ખોવાઈ જવાથી દુ:ખદાયક થાય છે. વળી દેહ અને જીવને મમતાને કારણે તે એકરૂપ જાણે છે, અને તેથી તેની સર્વ ક્રિયા પણ દેહાત્મબુદ્ધિથી થાય છે. જેમ દેહ સાથે મમત્વનું એકત્વ છે તેમ જીવને તેના મનગમતા સર્વ પદાર્થો પર એકત્વ છે તેથી તેની વર્તના પરમાં સ્વબુદ્ધિયુક્ત હોય છે.
અબુધ જીવ જાણતો નથી કે આ સર્વ દેહાદિની ક્રિયા છે, જન્મ-મરણ આદિ છે, ધન કે પરિવાર આદિ છે, સુખ-દુઃખાદિ છે. તેને હું જાણું છું પણ પરપદાર્થરૂપે હું છું નહિ. અનાદિનો મિથ્યાભાવ તેને પરપદાર્થમાં પોતાપણાના ભાવથી મૂંઝવે છે. એટલે દેહના નષ્ટ
૧૦૦ Jain Education International
આતમ ઝંખે છુટકારો.
For Private & Personal Use Only
www.jainelibrary.org