________________
તેવા ધર્મવાળું છે. તેવું નહિ જાણનારો મૂઢ વૃદ્ધાવસ્થામાં યુવાનીનાં સ્વપ્ન જુએ છે. અને દુઃખી થાય છે.
કેવળ જેને ભેદજ્ઞાન પ્રાપ્ત થાય છે તે શરીરની અવસ્થાને પોતાની માનતા નથી, જ્ઞાની તો સ્વભાવની શુદ્ધ અવસ્થાને પોતાની માને છે.
દેહ સુખદુઃખ અનુભવતો નથી. તેથી જીર્ણ થવું તે શરીરની અવસ્થા છે. બુધજનો તેમાં પોતાની પરિણતિ માનતા નથી. સહસ્ર રશ્મિયુક્ત સૂર્ય વાદળાંઓથી ઢંકાઈ જાય તો પણ તેની સ્વગત જ્યોતિ નષ્ટ થતી નથી. તેનો પ્રકાશગુણ તો જેવો હતો તેવો જ રહે છે. વાયુના ઝપાટાથી તે વાદળાં વિખરાઈ જતાં સૂર્યનાં સહસ્ર કિરણો ઝળકી ઊઠે છે. તેમ જ્ઞાની કહે છે કે ભાઈ, રાગાદિનાં પ્રબળ વાદળાં વડે આત્માના જ્ઞાનાદિ ગુણો આવરણ પામ્યા છે. છતાં આત્મા જ્ઞાનસ્વરૂપે સ્વભાવમાં પ્રકાશી રહ્યો છે તેના તરફ દૃષ્ટિ કર. રાગાદિ ટળી જતાં જ્ઞાનાદિ ગુણો પ્રગટ થશે.
જૈસે નાશ ન આપ કો, હોત વસ્ત્રકો નાશ,
તૈસે તનુ કે નાશસે, આતમ અચલ અનાશ. છંદ-૫૬ સામાન્ય માનવ પણ જાણે છે કે વસ્ત્રનો નાશ થવો, બળી જવું વગેરે થાય તો તેમાં પોતાના શરીરનો નાશ થતો નથી, તો પછી શરીરનો નાશ થવાથી આત્માનો નાશ ક્યાંથી થાય ! જ્ઞાની એમ જાણે છે, અનુભવે છે કે શરીરના નાશથી મારો આત્મા નાશ . પામતો નથી. તે અચલ, ધ્રુવ અને અવિનાશી છે. જેને આદિ નથી તેનો અંત ન હોય. તેથી તેઓ મૃત્યુના ભયરહિત નિઃશંક છે. બાહ્ય પદાર્થોની હાનિથી તેઓ આત્માને ગ્લાનિ કરતા નથી. આ લોક-પરલોકના સુખાદિના ભયરહિત છે. કોઈ પ્રકારે જ્ઞાનીનો આત્મા પરપદાર્થના પરિવર્તનથી આકુળ થતો નથી.
ભેદજ્ઞાની જાણે છે કે હું તલભાર પણ રોગી કે ભોગી નથી. દેહમાં વસેલો, મયાના પાશથી બંધાયેલો અબુધ પોતાને રોગી, ભોગી માને છે અને સંસારનું ભ્રમણ કરે છે. પરના સંગે પોતાનું જ
સમાધિશતક
•
Jain Education International
૧૨
For Private & Personal Use Only
૧૬૯ www.jainelibrary.org