________________
જૂનાં વસ્ત્રો ધારણ કરવાથી યુવાન વૃદ્ધ દેખાતો નથી, કે સૌંદર્ય છુપાતું નથી. બહિરાત્મા માને છે કે આ શરીર જીર્ણ થવાથી હું વૃદ્ધ થયો કે મને રોગ થયો છે. તેથી વળી તેને પુષ્ટ કે નીરોગી કરવા ઔષધ ખાય છે. કૃશ ન થયું હોય તો પણ ભયથી તે વસાણાં ખાય છે કે ભવિષ્યમાં કૃશ ન થાય. પણ અશાતાનો ઉદય હોય તો વસાણાં કામ લાગતાં નથી. અને વૃદ્ધાવસ્થા આવતાં કદાચ ધોળા વાળને કાળા કરે, સુંદર ફેઇમવાળા ચશ્માં પહેરે, શણગાર કરે, જરીનાં વસ્ત્રો પહેરે પણ હાય આ વૃદ્ધાવસ્થાને ઢાંકી શકાતી નથી. અને યૌવન પાછું લાવી શકાતું નથી. જીર્ણ વસ્ત્રો બદલ્યું પણ બચી શકાતું નથી. પણ તેને સમજ પેદા થાય કે જીર્ણશીર્ણ થવું તે શરીરનો ધર્મ છે. તેના કૃશ થવાથી મારો આત્મા ક્ષીણ થતો નથી. આત્મા શરીરના ધર્મથી પર છે.
જ્ઞાની જાણે છે કે જો સાચા ધર્મનો રંગ લાગ્યો હશે તો આત્મા સુકાઈ જવાનો નથી. દરિયાનું બિંદુ દરિયામાં રહે ત્યાં સુધી દરિયાની ઉપમા પામે છે. તેમ જ્ઞાની જ્ઞાનસ્વરૂપના વિકાસને જ આત્મા માને છે. શરીર કુશ થવાથી આત્મા કૃશ થતો નથી તેથી તપાદિથી દેહભાવને શમાવે છે. સાગરનું બિંદુ સાગરની દોસ્તી છોડી દે તો સ્વયં નષ્ટ થઈ જાય છે. પરંતુ સાગર તો સાગર જ રહે છે. તેમ શરીર છૂટી જવાથી શરીર નષ્ટ થાય છે, પરંતુ આત્મા તો ચૈતન્યસ્વરૂપ જ રહે છે.
સુખ દુઃખ જીરને નવૈ, ક્યું કપરે હું દેહ, , તાતે બુધ માને નહિ, અપની પરિણતિ તેહ. છંદ-૫૫
અજ્ઞાની નવાં વસ્ત્ર ધારણ કરવામાં સુખ અને જીર્ણ વસ્ત્ર ધારણ કરવામાં દુઃખ માને છે. બુધજનો દેહને ધારણ કરવો પોતાનો સ્વભાવ નથી તેમ માને છે તેથી દેહની જીર્ણતાથી આત્માને જીર્ણ થયેલો માનતા નથી. આદિ અને અંતવાળા દેહને જન્મ્યો ત્યારથી ક્ષીણતા લાગી છે. જન્મ-મરણના બે માળખા વચ્ચે આત્માની નિયતા ઢંકાઈ ગઈ છે. તેથી વૃદ્ધાવસ્થા આદિને પોતાની જ અવ થા માને છે. તેથી અબુધ મૂંઝાય છે. જીર્ણ અવસ્થા શરીરની છે, કારણ કે શરીર
૧૬૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org