________________
પદાર્થો પર તૂટી પડે છે અને અન્ય પદાર્થોને પણ પોતાના માને છે. આવો ભ્રમ અજ્ઞાનવશ મિથ્યાષ્ટિ જીવને જાગ્રત અવસ્થામાં થાય છે. શરીરની સર્વ ક્રિયાને તે આત્મરૂપ માને છે. અજ્ઞાની વૈરાગ્યાદિમાં અહિત માને છે, અશુભને દુઃખદાયી અને શુભને સુખરૂપ માને છે, તેથી રાગદ્વેષ કરે છે. આમ, બહિરાત્મા આત્મશાંતિ પામતો નથી.
વળી, કર્મપ્રકૃતિવશ ઊઠતા ક્રોધ સમયે પોતાને ક્રોધી, માન સમયે માનવાળો, માયા સમયે માયાવી અને લોભ થતાં લોભી માને છે. આવા ભ્રમથી બહિરાત્મા વિષય-કષાયને વશ થઈ આત્મદશાથી વિમુખ રહે છે, અને પરિભ્રમણ પામે છે.
જો તેને કોઈ સદ્દગુરુનો યોગ થાય તો તે ભ્રાંતિમાંથી બહાર નીકળી આત્મસન્મુખ થાય છે.
અંતરાત્મા : દેહાદિ મારા નથી. તેમાં રાગદ્વેષ કરવા તેને દોષરૂપ જાણી, જેની શુદ્ધ આત્મસ્વરૂપ પ્રત્યે દષ્ટિ થઈ ભ્રાંતિરહિત વર્તે છે તે અંતરાત્મા છે. જીવને જીવરૂપે અને જડને જડરૂપે જાણે છે. પોતે અન્ય પદાર્થને જાણે છે પરંતુ તેના પરિણમનની સ્વતંત્રતાને ફેરવવા પ્રયત્ન કરતો નથી. જગતના જડ પદાર્થોનું સ્વરૂપ જાણે છે. અને જીવ તે સર્વથી ચૈતન્ય લક્ષણથી ભિન્ન છે તેવી પ્રતીતિ જેને વર્તે છે તે અંતરાત્મા છે.
અંતરાત્માની દશા ઉત્તરોત્તર શુદ્ધ થતી રહે છે. શેષ રહેલાં કર્મ સર્વથા ક્ષીણ થાય છે તે પરમાત્મા છે. શુદ્ધ એટલે દ્રવ્ય-કર્મજ્ઞાનાવરણાદિ અને રાગાદિ ભાવકર્મથી રહિત. અર્થાત્ ઘાતકર્મનો નાશ થઈ પરમાત્મપણું પામે છે તે કેવળી પરમાત્મા. અને શેષ અઘાતકર્મનો નાશ થઈ જે સંપૂર્ણપણે પરમાત્મપણું પામે છે તે સિદ્ધ છે.
ગ્રંથકાર જીવોને બોધ આપે છે કે હે ભવ્યાત્મા ! બહિરાત્મપણું તે તારો સ્વભાવ નથી. તે શરીરથી ભિન્ન સ્વલક્ષણે, અસંખ્યાત-પ્રદેશી, દરેક પ્રદેશે અનંત જ્ઞાન-દર્શનયુક્ત, શુદ્ધ ગુણોવાળો છું. તે અરૂપી
૧૮
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org