________________
ચામડીથી મઢાયેલી છે, તેથી અજ્ઞ જીવ તે શરીરમાં અશુચિ છતાં સુંદર માની ફુલાય છે.
શરીર : પાંચ ઇન્દ્રિયોનો સમૂહ, જે નિરંતર વિષયોને ગ્રહણ કરી શાંત સ્વભાવી એવા જીવને વ્યાકુળ કરે છે. પ્રાપ્ત વિષયો ક્ષણિક છે તેમાં લુબ્ધ બને છે. તે વિચારતો નથી કે એક પદાર્થ જીભને સ્પર્શે – આગળ વધ્યો, ત્યારે તે સ્વાદ ક્યાં ગયો ? શા માટે ગયો ? કાને શ્રવણ થયેલા શબ્દો ક્યાં ગયા ? શું આપતા ગયા ? આંખે જોયેલી આકૃતિ કેમ બદલાયા કરે છે. આ સર્વ ક્ષણિક છે છતાં જીવ દીર્ધકાળથી તેનું સેવન કરે છે. કોના ભોગે ? શરીરમાં આત્મબુદ્ધિની ભ્રાંતિ તેનું કારણ છે.
શરીરનું એક અંગ મન. અને અહો મન તો જાણે મર્યાદા વગરનું યંત્ર. અનેક વિકલ્પોનું સ્થાન, અસીમ પ્રવૃત્તિનું કેન્દ્ર. પરિણામે ઉત્કટતા, ચંચળતા, વેગ અને વ્યાકુળતાનું સ્થાન મનાતું આ મન વાનરની જેમ એક વિષય પરથી બીજા વિષય પર કૂદકા મારવાવાળું બની રહે છે. માનવ મટીને વાનરપણે વર્તવાવાળું મન છે; બહિરાત્મા એને વશ વર્તે છે.
આ મન અશ્વની ગતિ જેવા વેગવાળું છે. એક ક્ષણમાત્રમાં જ હજારો યોજન વગર ટિકિટે યાત્રા કરીને પાછું ફરે. તે તે સ્થાનોમાં કેવળ મન વડે વિકલ્પોમાં ભમે તેવા મનને વશ બહિરાત્મા વર્તે છે.
મદથી ઉન્મત્ત થયેલો હાથી જેમ તોફાને ચઢે છે તેમ કામનાઓના મદથી ઉન્મત્ત મન વિવશ બને છે, બહિરાત્મા તેનો નચાવ્યો નાચે છે.
આમ, મનને સ્વ-સ્વરૂપ માનનાર બહિરાત્મા છે. જીવને અનાદિથી કર્મનો સાંયોગિક સંબંધ છે, અને કર્મસંયોગે તેને દેહાદિ પ્રાપ્ત થયા છે. તેના દ્વારા જીવ સુખ-દુ:ખ ભોગવે છે. આથી જીવને ભ્રમ પેદા થાય છે કે આ દેહ તે હું છું. તેથી શરીરનો જન્મ થતાં પોતે પોતાનો જન્મ માને છે. શરીર છૂટી જતાં પોતાનું મરણ માને છે.
જેમ સ્વપ્ન સમયે જીવને સ્વપ્નસૃષ્ટિ વાસ્તવિક લાગે છે, જેમકે બિલાડીથી ગભરાતો હતો તે સિંહની સામે થાય છે, આહારના
સમાધિશતક
૧o
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org