________________
સમર્થ ચૈતન્ય હોવા છતાં રાંક બને છે, દીન-હીન બને છે.
સિંહસમાન સામર્થ્યવાળો ચૈતન્ય મહારાજા પરપદાર્થમાં સુખ મેળવવા બકરી જેવો દીન બને છે. કોઈ જગાએ શેઠ, સાહેબ કે માલિકની ગુલામી કરે છે. કોઈ વાર પત્ની કે પતિ અન્યોન્ય હાંસીપાત્ર ગુલામી કરે છે. કોઈ વાર પિતા-પુત્ર અન્યોન્ય ખુશામત કરી દીન બને છે. વળી, અધિક ધન કે માન મેળવવા રાજસત્તાની દીનતા કરે છે. ભાઈ, શા માટે ? તારી પાસે શું નથી ?
પરંતુ બહિરાત્મા સ્વાધીન એવા સ્વ-સુખને જાણતો નથી. તેથી જેમ દરિદ્રિ ધન, વસ્ત્ર કે આહાર વગર દીન બને છે તેમ તે પોતાનામાં દર્શનાદિ વૈભવ હોવા છતાં દીન જ રહે છે.
સમ્યગુ દર્શનાદિ જેવાં આરોગ્ય-સાધનો મળવા છતાં બહિરાત્મા મિથ્યાત્વાદિનું પોષણ કરી ભવરૂપે મહારોગને પામે છે. જ્ઞાનાવરણીયાદિ કર્મને ઉદયે તે છતી આંખે પાટા બાંધીને ચાલે છે અને પરિણામે સંસારરૂપી કૂવામાં પડીને ડૂબે છે.
દુન્યવી પદાર્થો મેળવવા નિરંતર આર્તધ્યાન કરે છે. અરે ! કોઈ વાર તો મહા અનર્થકારી કાર્યો કરી રૌદ્રધ્યાન કરે છે. અંતે દીન-હીન થઈ ચાર ગતિમાં મહાદુઃખ પામે છે.
શરીરસુખે સુખી અને દુઃખે દુઃખી થનારો બહિરાત્મા છે. અજ્ઞાનભાવથી ઘેરાયેલો તે રોગ, શોક, ભય, દુઃખથી પીડા પામે છે.
बहिरात्मा शरीरादौ, जातात्मभ्रान्तिरान्तरः । चित्तदोषात्मविभ्रान्तिः, परमात्माऽतिनिर्मलः ॥५॥ આત્મભ્રાન્તિ દેહાદિમાં કરે તેહ બહિરાત્મક “આન્તર' વિભ્રમરહિત છે, અતિનિર્મળ “પરમાત્મ”.
અર્થ : શરીરાદિકમાં આત્માની ભ્રાંતિવાળો તે બહિરાત્મા છે. ચિત્તમાંથી જેણે રાગદ્વેષના દોષની આત્મબ્રાંતિ દૂર કરી છે તે અંતરાત્મા છે. અતિ નિર્મળ છે તે પરમાત્મા છે.
ભાવાર્થ : શરીરાદિક શરીર એટલે સપ્તધાતુનું પૂતળું. તે ધાતુઓ
૧૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org