________________
દિલ્હી જતાં માર્ગમાં જયપુર આવે છે. ગાડી રોકાય. દૂરથી શહેરની સુંદરતા દેખાય. પ્રવાસી તે દૂરથી જુએ છે, પણ જયપુર ઊતરી જતો નથી. તેનું લક્ષ્ય દિલ્હી પહોંચવાનું છે. તેવી જ રીતે જ્ઞાનસ્વરૂપના લક્ષ્યવાળો સાધક બાહ્ય ક્રિયા કરે છે તે પણ અંતરંગ શુદ્ધિ માટે છે. તેના કારણે શુભભાવ થાય, પણ તે તેને ધર્મરૂપ માનતો નથી. પુણ્યનો સદુઉપયોગરૂપ સહારો લઈ તે આગળ વધે છે. એટલે પુણ્યને પાપમાં ફેરવતો નથી. એ પુણ્ય છે તેનું એને ભાન છે, એ એક સાધના છે તે એ જાણે છે, તેથી તેના કારણે મમતાથી પુણ્યાદિના કર્તા ન બનતાં, તેનો ઉપયોગ કરી નિર્દોષ પુણ્યનો યોગ પામી લક્ષ્ય સ્થાને પહોંચે છે.
તે જાણે છે કે પાપ કડવા રસ જેવું અને પુણ્ય મીઠા રસ જેવું છે. પરંતુ બંને પૌગલિક છે. શુભાશુભ કર્મ બંને આશ્રય છે એ સિદ્ધાંત તે જાણે છે. તેથી અશુભમાં મૂંઝાતો નથી, શુભમાં અટવાતો નથી. બંનેનું સ્વરૂપ જાણી, બંનેને સમાન જાણી જીવને બંધનમુક્ત કરવાનું લક્ષ્ય દઢ કરે છે. તેને મન શુભમાં રાગ નથી, અશુભમાં વિરોધ નથી. જે જે પોતાની ભૂમિકા છે તે પ્રમાણે બાહ્યઅત્યંતર ક્રિયા કરે છે. પરંતુ ફળેચ્છા નથી, તેથી જ્ઞાનીને આસવ નથી.
બહિર અંતર પરમ એ આતમ પરિણતિ તીન; દેહાદિ આતમ ભરમ, બહિરાતમ બહુ દીન. છંદ-૭
અર્થ : બહિરાત્મભાવ, અંતરાત્મભાવ, પરમાત્મભાવ એ ત્રણ પ્રકારની આત્માની પરિણતિ-પર્યાય-અવસ્થા હોય છે. દેહમાં જેની આત્મબુદ્ધિ છે તે બહિરાત્મા દીન છે.
ભાવાર્થ : બહિરાત્મા એટલે આત્માથી વિમુખ. જેની વૃત્તિ દેહમાં જ સુખ શોધે છે, જે શરીરને જ સ્વરૂપ સમજે છે તે બહિરાત્મા છે. તે દેહ, વાણી અને મનને સ્વસ્વરૂપ માની તેની પ્રવૃત્તિમાં જ નિરંતર ભમે છે. પરપદાર્થમાં સ્વ કે સુખબુદ્ધિ કરી તેમાં રાગદ્વેષ વડે સુખ-દુઃખની લાગણી અનુભવે છે. અને પરિણામે આઠ કર્મોની જંજીરમાં જકડાઈ મહાદુઃખ પામે છે. તેવું દુ:ખ ભોગવતાં પોતે
સમાધિશતક
૧પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org