________________
પણ એકત્વ ન કરતાં ફક્ત તેના શુભાશુભ પરિણામને તે જાણે છે. વાસ્તવમાં જીવ માત્ર જ્ઞેય પદાર્થને જાણે છે, પરંતુ અજ્ઞાનવશ તે કર્તાપણા કે ભોક્તાપણાનો આરોપ કરી બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે.
તમે કોઈ તમારા સ્વજનની બીમારીમાં તેને બચાવવા દવાદારૂ કર્યાં, ચિકિત્સા માટે મોટા તબીબોને હાજર કર્યા, ઘણું ધન પણ વાપર્યું. આમ, સગાં-સ્વજનોએ સેવા કરી પણ વ્યર્થ. તે સ્વજને આયુષ્ય પૂર્ણ થતાં ચિર વિદાય લીધી. બધાં નિમિત્તો હાજર. તમે કંઈ કરી શક્યા નથી. જ્ઞાની દરેક પરિસ્થિતિમાં એમ જાણે છે કે
હું બહારમાં કંઈ ફેરફાર કરી શકતો નથી. હું જાણું છું કે શું થઈ રહ્યું છે. કેમકે જગતમાં જીવમાત્ર અને પરમાણુમાત્ર સ્વતંત્ર છે. નિમિત્તના સંયોગમાત્રથી જોડાય છે અને છૂટા પડે છે. અજ્ઞાની કહે છે કે ઘણું કર્યું. ભાઈ, તેં કંઈ કર્યું નથી પણ કરવાના વિકલ્પો કર્યા છે. જ્ઞાની જાણે છે પણ વિકલ્પ કરતો નથી.
એવા આત્મજ્ઞાનીને આ જગતના સ્પર્શાદિ કોઈ પદાર્થની સ્પૃહા નથી. એ સર્વ પદાર્થો ધ્યાનમાર્ગમાં હાનિ કરનારા છે. તેથી તેનાથી વિરક્ત થઈ જ્ઞાની ધ્યાનમાં જ મગ્ન રહે તો તેને કોઈ ડગાવી શકતું નથી.
મુક્તિનો, સ્વતંત્રતાનો, ધંધરહિત, અંતરંગની શુદ્ધ અવસ્થાનો રસ જ સ્વના શાશ્વત સુખ માટે પર્યાપ્ત છે. તેથી જ્ઞાની તો તે રસમાં મગ્ન રહે છે.
જ્ઞાનરહિત બાહ્યક્રિયા ફલવતી છે. જો તે સમયના ભાવ શુભ હોય તો શુભબંધનું નિમિત્ત છે, અને ભાવ અશુભ હોય તો અશુભ કર્મનું નિમિત્ત છે. અર્થાત્ બાહ્યક્રિયાના શુભભાવ પણ પુણ્ય સુધી પહોંચાડે, તે પુણ્ય લૌકિકભાવનું હોવાથી લૌકિક સુખ સુધી લઈ જાય છે. જ્યારે જ્ઞાનસહિતની અંતરંગ ક્રિયા શુભાશુભ બંને કર્મોથી મુક્ત કરે છે. પ્રારંભમાં અશુભ છૂટવા માટે શુભભાવ, ભક્તિ આદિ ભાવ થાય છે તે જ્ઞાની જાણે છે. પણ ત્યાં રોકાતો નથી. તેમનું લક્ષ્ય શુદ્ધસ્વરૂપ પ્રત્યે છે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org