________________
આત્મા અતીન્દ્રિય સુખનો સ્વામી છે તેમાં જ સ્થિર થા, રમણ કર.
ક્યાં આ શરીરના ક્ષુદ્ર અને તુચ્છ પદાર્થો અને ક્યાં તારા આત્મામાં રહેલા શુદ્ધ, અમૂલ્ય પદાર્થો ? ક્યાં રાજા ભોજ અને
ક્યાં ગાંગો તેલી ? ભલે એક ક્ષેત્રમાં બંનેનો વાસ હોય, છતાં આ દશ્યમાન જગતનું એક પરમાણુ કે તારું શરીર તારું નથી. તેની ભિન્નતાનો અનુભવ એ જ તારું જ્ઞાનસ્વરૂપ છે. એ જ તારું અંતરાત્મપણું છે.
અંતરાત્માના ત્રણ ભેદ છે.
ઉત્તમ અંતરાત્મા : અંતરંગ અને બાહ્ય પરિગ્રહરહિત જ્ઞાની મુનિ છે.
મધ્યમ અંતરાત્મા : પાંચમા ગુણસ્થાનથી અગિયાર ગુણસ્થાન સુધીના છે.
જઘન્ય અંતરાત્માઃ ચોથા ગુણસ્થાને અવિરતિ સમ્યમ્ દષ્ટિ છે. બહિરાતમ જ અંતરાતમા, રૂપ થઈ થિરભાવ, સુજ્ઞાની; પરમાતમનું હો આતમ ભાવવું આતમ અર્પણ દાવ સુજ્ઞાની.
પરમાત્મા : રંગમંચ પર અભિનય કરતો એકાકી અભિનેતા રાવણ બને, રામ બને તેમ એક જ જીવની આ દશા છે. જે જીવની સદ્ગુરુબોધે, શાસ્ત્રના શ્રવણયોગથી, પૂર્વના આરાધનના બળથી આત્મબ્રાંતિરૂપ અનાદિ ભૂલ ટળે છે. ત્યારે આત્મામાં જ રહેલું શુદ્ધવરૂપ હુરાયમાન થાય છે. બહિરાત્મપણું ટળી એ જીવ પ્રથમ તો સદ્ગુરુ આજ્ઞાએ વર્તી આત્મબોધ ગ્રહણ કરે છે અને અંતર્મુખ થાય છે. તે જ આત્મા ક્રોધાદિ કષાયોને અહિતકારી જાણી ત્યજે છે. વિષયના વિષને દૂર કરે છે, આહારાદિ સંજ્ઞાને શમાવે છે અને અંતરંગ પરિણતિ પ્રત્યે તેની દૃષ્ટિ કરે છે. ક્રમે કરીને શુદ્ધતાના શિખરે ચઢતો અનાદિ મળરૂપ ચાર ઘાતકર્મોનો ક્ષય કરી પરમાત્માપણું પામે છે. કેવળજ્ઞાનસ્વરૂપ બને છે. આયુષ્ય પૂર્ણ થયે આ ઘાતકર્મોનો નાશ થતાં, દેહ પણ છૂટી જતાં સિદ્ધ પરમાત્મા બને છે. માટે શુદ્ધ પરમાત્માનું લક્ષ્ય કરી નિરંતર તે પદની ભાવના કરવી.
સમાધિશતક
૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org