________________
આત્મજ્ઞાનને અવરોધ છે ત્યાં સુધી જ આ બાહ્ય કે અંતર સુખ-દુઃખાદિનો ભેદ છે. આત્મસ્વરૂપ તો સિદ્ધયોગીને સ્વયંસિદ્ધ છે.
મન, વચન, કાયાના યોગીની પ્રવૃત્તિ છતાં યોગી તે પ્રવૃત્તિમાં ઉદાસીન છે. એ યોગમાં પરવશતા નથી તેથી તે સિદ્ધયોગ છે. ત્યાં તો કેવળ આંતરિક સુખ છે.
तद्ब्रुयात्तत्परान्पृच्छेत्तदिच्छेत्तत्परो भवेत् ।
येनाऽविद्यामयं रूपं त्यक्त्वा विद्यामयं व्रजेत् ॥ ५३॥ તત્પર થઈ તે ઈચ્છવું, કથન-પૃચ્છના એ જ; જેથી અવિદ્યા નષ્ટ થઈ, પ્રગટે વિદ્યા તેજ. ૫૩
અર્થ : તે જ બોલવું, તે જ પૂછવું, તેની જ ઇચ્છા કરો. તે સિવાય મિથ્યા છે, અવિઘા છે તેનો ત્યાગ કરવો, અને જ્ઞાનમય સ્વરૂપ પ્રગટ કરવું. તે જ આત્મસ્વરૂપને કહેવું, તેને વિશે જ પૂછવું, તેનું જ ધ્યાન કરવું તો જ આ અબોધતા ટળશે અને જ્ઞાનસ્વરૂપ આત્મનો પરમાનંદ પ્રગટ થશે.
હે તરવાના કામી ઉત્તમ ભવ્યાત્માઓ ! તમે આ જગતના પ્રપંચની કથા, અને પૃચ્છાનો ત્યાગ કરો, અને આત્માને જ સાંભળો. તેનું જ કથન કરો. તેનું જ મનન કરો. તેનું જ નિદિધ્યાસન કરો, તો આ સર્વ અબોધતારૂપી જડતા નષ્ટ થશે અને બોધસ્વરૂપ આનંદમય આત્મા પ્રગટ થશે. કાયારૂપી પિંજરામાં પુરાયેલો આ આત્મા ગગનવિહારી મુક્ત પંખી જેવો છે, તેને ઇન્દ્રિયોનું દાસત્વ કેમ હોય ? તે તો આ કાયારૂપી પિંજરથી જુદો છે, સ્વાધીન છે.
૧૪૪
-
જગતમાં અજ્ઞલોકો શરીરના સુખે સુખ માને છે તેથી દિવસ-રાત તેનું જ કથન કરે છે. તે જો શાતારૂપ હોય તો શું ખાવું અને શું પીવું તેની જ કથા કરે છે. અશાતા થઈ હોય તો શરીરના દુઃખને ગાયા કરે છે. દર્દ શમી જાય તો તેની સ્મૃતિ કરીને પણ શરીરની કથા કહ્યા કરે છે કે બે દિવસ પહેલાં માથું કે પેટ દુ:ખતાં હતાં. આમ નિરંતર શરીર સાથે બંધાયેલો તે તેની શાતા-અશાતા સાથે એકમેક રહી તેની કથા કર્યા કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org