________________
તેમાં શુભાશુભ પરિણામ અને રાગાદિ ભાવની મુખ્યતા હોય છે, તેથી આરંભી જીવ કર્મથી બંધાય છે. મનાદિ યોગ છે અને આત્મપરિણામ તે ઉપયોગ છે. અજ્ઞાનવશ ઉપયોગ મનાદિયોગમાં પ્રવૃત્ત થઈ ચંચળતા પામે છે તેથી જીવને કર્મવર્ગણાનો સંબંધ થાય છે, એમ અનાદિકાળથી જીવ કર્મથી બંધાયેલો છે.
યોગારંભી ઇન્દ્રિયસુખનો લાલચુ છે. તેથી તેને બાહ્ય પ્રકારો અને પ્રસંગમાં સુખ લાગે છે. કોઈ સંતના યોગે અંતરમાં દૃષ્ટિ કરવાનું મળે તો પ્રારંભમાં દુઃખ લાગે પરંતુ પરિણામે સુખદાયી આત્મહિતનો બોધ હોવાથી તે અંતરમાં સુખ શોધે છે.
પરંતુ સિદ્ધયોગી અર્થાત જેણે યોગને વશ કર્યા છે, અંતર પરિણામને આત્મભાવમાં જ જે યોજે છે તેને અંતરમાં સુખ, દુ:ખ એવો ભેદ નથી. તે સદાય આત્મસ્વરૂપના સુખમાં જ રમણ કરે છે.
જ્ઞાની પુરુષ કહે છે કે ભાઈ, આત્મસ્વરૂપમાં કે જ્યાં અનંત સુખ છે, કથંચિત ત્યાં સંયમના નામમાત્ર દુઃખની કલ્પના છે. તેમાં તું અભાવ કરે છે. અને દેહાદિના સુખ કે જે અનંત દુ:ખમય છે તેમાં કેવી પ્રીતિ કરીને અટક્યો છે ? હવે આ જનમમાં તને ઉત્તમ યોગ મળ્યા છે, તો સાવધાન થઈને ઉત્તમ એવા યોગને સિદ્ધ કરજે.
યોગારંભીક અસુખ અંતર, બાહિર સુખ, સિદ્ધ યોગકું સુખહૈ અંતર, બાહિર દુઃખ. છંદ-૪૮
જે સાધક આત્માના લક્ષ્ય મન, વચન અને કાયાના યોગને ધર્મ-અનુષ્ઠાનના શુભાશુભમાં જોડે છે ત્યારે તેમને એક પ્રકારનું બાહ્ય અનુકૂળતાનું અને શુભયોગનું સુખ લાગે છે. પરંતુ જ્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી વાસ્તવમાં તેઓને અંતરનું સુખ નથી. પરંતુ જેણે યોગને આત્મશુદ્ધિના અનુભવનું અદ્ભુત સુખ હોય છે. બહારમાં કદાચિત્ ઉપસર્ગાદિક કે અશાતાનું દુઃખ હોય પણ તેઓને તે દુઃખ દુઃખરૂપ જણાતું નથી.
યોગીને જેમ જેમ આત્મજ્ઞાનની દશા વિકસતી જાય છે તેમ તેમ તેઓને બાહ્ય સુખદુઃખાદિનો ભેદ રહેતો નથી. જ્યાં સુધી
સમાધિશતક
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org