________________
કરી જ્યારે અંતરમાં જોઉં છું ત્યારે મને મારું આનંદમય, જ્યોતિમય સ્વરૂપ અનુભવમાં આવે છે. આવું પરમ નિધાન મારા અંતરમાં પડ્યું છે અને હું તેને બહાર શોધું છું તો તે પ્રાપ્ત થવાનું નથી. અંતર્દષ્ટિ કરીને જીવ નિહાળે તો તેને શુદ્ધાત્માનું સ્વરૂપ અનુભૂત થાય.
અંતર્ગલુ વગર અદશ્ય એવું આત્મસ્વરૂપ જણાય નહિ. જોકે અંતર્થક્ષુને ખોલવા પણ પરમાત્માની ભક્તિ અને સદ્ગુરુનો અનુગ્રહ ઉપકારી છે. જ્યોતિ વિના જેમ દીવાની જ્યોત પ્રગટ થતી નથી તેમ જ્ઞાનીની નિશ્રા વગર જીવને આત્મજ્ઞાનની ફુરણા થતી નથી.
અંતરાત્માને ઇન્દ્રિયોના ભોગો ઈષ્ટ લાગતા નથી. આત્માનંદમાં જેઓ મગ્ન છે, તેમને આ ઇન્દ્રિયોના ભોગો આક્રાંત કરતા નથી પરંતુ ઇન્દ્રિયોનો સંયમ તેમને સુખકર લાગે છે.
જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો દ્વારા જોઉં છું, સાંભળું છું, સૂવું છું કે સ્પર્શ છું તેમાં મને મારાપણાનો ભ્રમ થાય છે પણ તે હું નથી. અને જે જોઉં છું તે કોઈ પદાર્થો પણ મારા નથી. આવો બોધ થયા પછી જ્યારે સાધક બહારથી જોવાનું છોડીને અંતરમાં ડૂબકી મારે છે ત્યારે તેને આનંદપૂર્ણ પોતાનું જ સ્વરૂપ અનુભવમાં આવે છે.
सुखमारब्धयोगस्य, बहिर्दुःखमथात्मनि ।
बहिरेवासुखं सौख्यमध्यात्म भावितात्मनः ॥५२॥ પ્રારંભે સુખ બાહ્યમાં દુઃખ ભાસે નિજમાંય;
ભાવિતાત્માને દુઃખ બહિ, સુખ નિજ આતમમાંય. પર
અર્થ : મનાદિયોગના આરંભીને બાહ્યમાં સુખ લાગે છે આત્મામાં દુઃખ લાગે છે. ભવ્યાત્માને બાહ્યમાં દુઃખ અને આત્મામાં સુખ લાગે છે.
યોગારંભી એટલે મન, વચન અને કાયાના યોગને સાંસારિક પ્રયોજનમાં યોજનાર, આરંભ અને પરિગ્રહયુક્ત જીવનની પ્રવૃત્તિ.
૧૪૨
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org