________________
જ્ઞાની અને અજ્ઞાની બંનેના યોગ અને ઉપયોગની વર્તનામાં ઘણું અંતર છે. આત્માજ્ઞાનીને ગૃહસ્થદશામાં પરકાર્ય કરવાં પડે તો પણ તેને લાંબા કાળ સુધી ધારણ કરે નહિ. પરભાવ કે પરકાર્યનું ચિંતન એ આર્તધ્યાન છે. સામાન્ય રીતે ચિત્તની અવસ્થા આમ તો ક્ષણે ક્ષણે પલટાતી હોય છે. પરંતુ કોઈ ભોગાદિ કાર્યમાં ચિત્તને અંતર્મુહૂર્તથી વધુ આત્મજ્ઞાની રાખે નહિ. જ્ઞાનીનું ચિત્ત પ્રાયે આત્મજ્ઞાન પ્રત્યે દોરાયેલું રહે છે.
જ્ઞાની જાણે છે કે પરકાર્ય કરવું તે આત્મહિત માટે નથી. તેના વિકલ્પો બંધનનું કારણ છે. તેથી પરોપકાર જેવાં કાર્યો પણ અહબુદ્ધિથી કર્તાભાવે જ્ઞાની કરે નહિ. પ્રયોજનવશાત્ કરવાં પડે તો પણ તેમાં અનાસક્તભાવે રહી કરે.
આત્મા અનંત ગુણ અને શક્તિવાળો છે. અરે ! સર્વાર્થસિદ્ધ વિમાનના દેવો ઘણો લાંબો કાળ આત્મચિંતનમાં ગાળે છે, તેમની પાસે આત્મવૈભવ જ એવો છે કે તેઓ ચિંતન કરે છે. આત્મજ્ઞાનીને જ્ઞાનસ્વરૂપ અનુભૂત થયું છે તેથી ચારિત્રના ઉદયથી વ્યવહારમાં વર્તે તો અનાસક્તભાવે પ્રવૃત્તિ કરે. સવિશેષ આત્મભાવમાં ટકી શકાય તેવા પ્રયોજનને તે સેવે છે. પ્રમાદને દૂર કરી અંતર્મુખતા કરે છે. તેમને દેહાદિ સાધન પણ પરમાર્થને માટે છે. જોકે આ સ્થિતિ ગુણસ્થાનક પ્રમાણે હોય છે.
यत्पश्यामीन्द्रियैस्तन्मे, नास्ति यत्रियतेन्द्रियः।
अन्तःपश्याभि सानन्दं, तदस्तु ज्योतिरुत्तमम् ॥५१॥ ઈજિદશ્ય તે મુજ નહિ, ઈન્દ્રિય કરી નિરુદ્ધ, અંતર્ જોતાં સૌખ્યમય શ્રેષ્ઠ જ્યોતિ મુજ રૂપ. ૫૧
અર્થ : ઇન્દ્રિયો દ્વારા જે જોઉં છું તે હું નથી અને અન્ય પદાર્થ પણ મારા નથી. મનનો નિરોધ કરીને અંતરમાં જોઉં છું તો આનંદમય મારું સ્વરૂપ જણાય છે.
ઇન્દ્રિયો દ્વારા જે બાહ્યપદાર્થો જોઉં છું તે મારા નથી અને આ દેહને જોઉં છું તે હું નથી. બાહ્યઇન્દ્રિયો અને મનનો નિરોધ
સમાધિશતક
૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org