________________
સૂતેલો જ છે.
शुभं शरीरं दिव्यांश्च, विषयानभिवाञ्च्छति ।
उत्पन्नात्ममतिदेहे, तत्त्वज्ञानी ततच्युतिम् ॥ ४२ ॥ દેહાતમધી અભિલષે દિવ્ય વિષય, શુભ કાય; તત્ત્વજ્ઞાની તે સર્વથી ઇચ્છે મુક્તિ સદાય. ૪૨
અર્થ : જેને દેહમાં આત્મબુદ્ધિ છે તેવો મનુષ્ય દૈવી સુખની ઇચ્છા કરે છે. એવા જ દેહમાં રહેલો અંતરાત્મા જ્ઞાની-દેહથી (જન્મમરણથી) છૂટવાની ઇચ્છા કરે છે.
અભવ્ય એવો આત્મા નવરૈવેયક સુધીના દેવલોકનાં સુખ ઇચ્છ, એ સુખ મેળવવા ચારિત્ર પાળે, ઘણું કષ્ટ કરે પરંતુ તેની ઈચ્છાનું માપ આટલું જ કે મને દેવલોકનાં સુખ મળે. તેથી આગળ મોક્ષના સુખની શ્રદ્ધા જ કરતો નથી તેથી તેની ભાવના પણ ત્યાં જ સીમિત થાય છે.
ધાર કે તું તો ભવ્યાત્મા છું. તો પણ ક્યાં અટક્યો છું ! કોને ભોગે તું સ્વર્ગનાં સુખ માગે છે તે જાણે છે ? બાળક સોનાની કલ્લીના બદલામાં એક પીપરમિંટથી રાજી થઈ જાય, કારણ કે તેની સુખની મર્યાદા એટલી જ છે. તેમ તારી મર્યાદા સ્વર્ગના સુખ જેટલી મર્યાદિત છે, કારણ કે તે અનંત એવા આત્મિક સુખને જાણતો નથી. એટલે તપ તપે છે. કાયાનાં કષ્ટો સહન કરે છે અને બદલામાં સ્વર્ગનાં સુખ માગે છે. - કદાચ તું મુખથી કથન કરે કે “મારે તો મોક્ષ જોઈએ છે,” પરંતુ મનમાં ઐહિક સુખોની ઝંખના તેના પરિણામને મોક્ષ સુધીની યાત્રામાં જોડતી જ નથી. દાન જેવાં સુકૃત્ય કરીને સંસારથી છૂટવાની ભાવના કરતો નથી પણ દાન પછી ધનવૃદ્ધિ ઇચ્છે છે. આથી તે સંસારમાં જ ભ્રમણ કરે છે.
અંતરાત્માને ચક્રવર્તીના સુખમાં દુઃખ લાગે છે. એક તૃણને પણ ગ્રહણ કરવું તેને દુ:ખ સમજે છે. સ્વર્ગનાં સુખ તો તેમને વિષ જેવાં લાગે છે. તેઓ તપાદિ કરે છે, કેવળ કર્મોનો ક્ષય માટે.
સમાધિશતક
qo
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org