________________
ઇન્દ્રિયોમાં આકુળ તે વિક્ષિપ્ત મન છે. ૪. એકાગ્ર મનઃ રાગદ્વેષાદિકથી શમેલું, વિકલ્પોમાંથી શાંત થયેલું,
કેષ-ખેદ જેવા દોષોથી જિતાયેલું મન એકાગ્ર મન છે. ૫. નિરુદ્ધ મન : આત્મસ્વભાવમાં રમણ કરનારું, નિરાબાધપણે ટકનારું
તે નિરુદ્ધ મન છે.
પ્રથમ ત્રણ પ્રકાર બહિરાત્માના છે અને છેલ્લા બે પ્રકાર અંતરાત્માને હોય છે.
મન સ્વયં આત્મસ્વભાવમાં લય પામે છે, ત્યારે આત્મા જ્ઞાનરૂપે પ્રકાશિત થાય છે. અને મોહરૂપી અંધકાર કે સર્વ ભંગજાળ નાશ પામે છે. જેનું મન ચંચળ છે તે આ દશા પામી શકતો નથી. માટે મનની એકાગ્રતા એ અંતરાત્માનું મુખ્ય સાધન છે.
મન એટલે વિચારોનો – વિકલ્પોનો, તરંગોનો અવિરત પ્રવાહ, એ દરેક વિકલ્પો સાથે પૂર્વસંસ્કાર તો જોડાયેલો હોય, તે સંસ્કારો મનને નવા નવા આકારો આપ્યા કરે, તે આકાર વળી નવી ઇચ્છાઓ અને તરંગોને ઊભા કરે, વળી એ સર્વ ઈચ્છાઓ દૃશ્ય અને જડ પદાર્થોથી પ્રભાવિત થયા કરે. આમ, આત્મા મનથી પ્રભાવિત થાય છે. વાસ્તવમાં આ મનનું કોઈ સ્થાયી કે સત્ સ્વરૂપ છે નહિ. પરંતુ અજ્ઞાનવશ મન દ્વારા આપણા જીવનનો વ્યવહાર ચાલ્યા કરે છે. આત્મજ્ઞાન વડે જ મન વશ થાય છે, અર્થાત્ આત્મજ્ઞાન થતાં મન સ્વતંત્ર રહેતું નથી. સંસાર-વ્યવહાર છતાં જ્ઞાની લેપ છતાં લેવાતા નથી.
આત્મભ્રાંતિ વર્તે છે એવા જીવને રાગ-રોગ વધવા છતાં વૈરાગ્ય થતો નથી. મરણ જેવા શોકને પણ તે મોહવશ ભૂલી જાય છે. પરિભ્રમણ કરતા જીવના જગતમાં કેટલાય જન્મો વ્યર્થ જાય છે. એનાં એ જ કર્મોનું પુનરાવર્તન કર્યું જાય છે. દેહ, ધન, સ્ત્રી, પરિવાર જેવા પદાર્થો મેળવવાની દોડમાં ધર્મને ત્યજી દે છે. અને સાંસારિક પ્રવૃત્તિમાં ભવને પૂરો કરે છે. તેને આત્મભાન ક્યાંથી થાય ? દિવસે બહાર દોડ્યો, રાત્રે ઘરમાં આવીને સૂતો, આમ તે
૧૨૬
આતમ ઝંખે છુટકારો
Jain Education International
• For Private & Personal Use Only
www.jainelibrary.org