________________
સાધક-મુનિ તો એવા પરપદાર્થોની પરાધીનતામાંથી ઉપર ઊઠ્યા છે. તેથી તેમને કંઈ પણ દુઃખ નથી. તેમની પરમ શુદ્ધ સત્તા જાગ્રત થઈ છે તેથી તેમને આ જડની પર સત્તા વિવશ કરતી નથી. સ્વપરિણતિમાં તેઓ પરમ સુખી છે. - જ્ઞાની પુરુષો પણ જેનાથી જાગતા રહ્યા છે તેવી તૃષ્ણાની દાળ જીવને ખરેખર અંધ બનાવે છે. અને આત્મસ્વરૂપના સામર્થ્યને હણે છે, અવિવેક તો તેનો સહોદર ભાઈ છે. કોઈ ધીર જ્ઞાનીને જ તૃષ્ણા તૃણવત્ જણાય છે. તે સિવાય સુભટો પણ આ તૃષ્ણા પાસે હારી જાય છે. સંસારી તો જાણતો નથી કે આ લક્ષ્મી, અધિકાર, રાજ્ય, પરિવાર આદિ સર્વ તો નષ્ટ થનારાં છે. અરે કાયા પણ જવાની છે. તેની આસ્થા તને કંઈ હિતકારી નથી. માટે તું સર્વથી સર્વ પ્રકારે ભિન્ન છું. તેવી શુભભાવના કર.
જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈ ન પરગુણ દોષ; તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન ધ્યાન રસ પોષ. છંદ-૪૧
અર્થ : જ્યારે પદાર્થોમાં રમતું મન સ્વસમ્મુખ થાય છે ત્યારે ચિત્ત દોષોને ધારણ કરતું નથી માટે મનને જ્ઞાન-ધ્યાન વડે દેઢતાથી આત્મભાવમાં લગાવવું.
ભાવપ્રપંચરૂપી જાળને અહિતકર સમજ્યા પછી મન જ્યારે સ્વસમ્મુખ થાય છે ત્યારે ચિત્તમાં વિકલ્પોનો જે પરગુણરૂપ દોષ હતો તે હવે ધારણ થતો નથી. એવી પાત્રતા થાય ત્યારે ઘણી દઢતાથી જ્ઞાન અને ધ્યાનનું આરાધન કરવું. કારણ કે મનની પણ બાહુલ્યતા છે. તેથી તેના પાંચ પ્રકારના ભેદ સમજાવ્યા છે. ૧. ક્ષિત મનઃ કેવળ કલ્પિત વિષયોમાં ભમતું, સુખ અને દુઃખની
લાગણીવાળું, વિકલ્પોની જાળથી ગૂંચવાયેલું બહિર્મુખ મન લિપ્ત
મન છે. ૨. મૂઢ મન : હિતાહિતના ભાનરહિત, કષાયોથી યુક્ત અને
આત્મહિતની દિશાથી ભાન ભૂલેલું મન મૂઢ મન છે. ૩. વિક્ષિપ્ત મનઃ એક વિકલ્પથી બીજા વિકલ્પમાં ભમનારું, પાંચે
સમાધિશતક
૧૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org