________________
કદાચ પુણ્યયોગે સ્વર્ગમાં જન્મ થાય તો પણ તે સુખમાં લીન નથી. તેથી તેમનાં તપાદિ પણ નિર્જરાને માટે હોય છે. સામાન્ય મનુષ્યને પ્રત્યક્ષ ઇન્દ્રિયો દ્વારા જણાતાં સુખોથી આગળની વિચારશક્તિ વિકસિત થઈ નથી તેથી તેને માટે મોક્ષનાં સુખ અપ્રત્યક્ષ જણાય છે. મોક્ષનું સુખ એ એવું અનુપમેય છે કે તેમાં શ્રદ્ધા રાખીને જ, સદ્ગુરુબોધે એ માર્ગે ચાલે તો તેની પ્રાપ્તિ થાય. તેમાં જે અંતરાય આવે તેને ધીરજ અને સમતાપૂર્વક દૂર કરતાં જવું પડે, વાસનાઓ સામે શૌર્ય દાખવવું પડે. અને પોતામાં રહેલા જ્ઞાન દ્વારા તે માર્ગે ચાલવું પડે, આમ, જ્ઞાન અને શ્રદ્ધાને સાથે રાખે તો માર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે.
જ્ઞાન એટલે સાચી સમજ. પોતાનો ચૈતન્ય સ્વરૂપે દૃઢ નિર્ણય. જીવનનું રહસ્ય સમજાય અને તેવું સામર્થ્ય પ્રગટ કરે તે જ્ઞાન છે. કેવળ શાસ્ત્રજ્ઞાનની માહિતી તે જ્ઞાન નથી. જ્ઞાન તો ઝગમગતો દીવડો છે; સૂર્યસમાન તેજિકરણો વરસાવતું તત્ત્વ છે. જ્ઞાન હોય ત્યાં તેના પ્રકાશમાં જીવ માર્ગ કેમ ભૂલે ?
એ જ્ઞાન સાથે શ્રદ્ધા, તે દર્શન છે અર્થાત્ સાચી દષ્ટ છે. જ્ઞાન જે બતાવે તે કરવાની ઝંખના તે શ્રદ્ધા છે. એ શ્રદ્ધા ચિત્તને સંયમમાં રાખે છે. નિર્દોષતા પ્રગટ કરે છે. ચિત્તની પ્રસન્નતા આ શ્રદ્ધામાંથી પ્રગટ થાય છે. તેના દ્વારા જીવ અખંડ માર્ગે સરળતાથી ચાલ્યો જાય છે. આવી સાધના દ્વારા એક અંશમાત્ર જો અનુભવ પ્રગટ થાય, સમ્યગ્દર્શન પ્રગટ થાય તો માનવજીવનનું મહાભાગ્ય છે.
આમ સભ્યજ્ઞાન, સમ્યશ્રદ્ધા (દર્શન), સમ્મસંયમ(ચારિત્ર)ના ત્રિવેણી સંગમથી શુદ્ધાત્મા પ્રગટે છે. અહંકાર, મમત્વ, કષાય, વિષય કે ભયંકર સંજ્ઞાઓ જેવાં જીવને પછાડનારાં દુષ્ટ કારણો દૂર થાય છે. મુખ્યતાએ દેહમાં આત્મબુદ્ધિનો જ અહીં હ્રાસ થાય છે. આથી અંતરાત્માને આ જગતનાં કોઈ પ્રલોભનો રૂંધી શકતાં નથી. તેમનો માર્ગ નિષ્કંટક બન્યો છે. સરળતાથી અખંડ વૃત્તિએ અખંડ માર્ગે જીવનનો દોર સંચાર પામે છે.
૧૨૮
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org