________________
परबाहम्मतिः स्वस्माच्युतो बंधनात्यसंशयम् ।
स्वस्मिन्नहम्मतिश्च्युत्वा, परस्मान्मुच्यते बुधः ॥४३॥ પરમાં નીજમતિ નિયમથી સ્વય્યત થઈ બંધાય; નિજમાં નિજમતિ જ્ઞાનીજન પરત્ર્યત થઈ મુકાય. ૪૩
અર્થ: પરમાં જે સ્વાત્મબુદ્ધિ થઈ છે તે સ્વરૂપથી શ્રુત થઈ નિયમથી કર્મ વડે બંધાય છે. પરંતુ જેને સ્વમાં જ સ્વાત્મબુદ્ધિ થઈ છે તે અંતરાત્મા પરથી મૃત થઈ કર્મથી મુકાય છે.
બહિરાત્માને પરમાં સ્વાત્મબુદ્ધિની કેવી દઢતા થઈ છે તે દર્શાવવા જ્ઞાનીને ગ્રંથકારને વારંવાર એ જ કથન કરવું પડે છે. પરમાં નિજબુદ્ધિ કરવાથી તે અજ્ઞ ! તું સ્વરૂપથી શ્રુત થયેલો હતો, પૂર્વે બંધાયો હતો, વર્તમાનમાં બંધાયેલો છું અને ભવિષ્યમાં પણ બંધાયેલો રહીશ એ નિ:સંશય છે.
જડ-ચેતન પરદ્રવ્યથી નિજમતિ કરી બંધાયો. પરક્ષેત્રને - ઘર આદિને મારા કરીને બંધાયો. કાળથી જીવનમરણને આધીન થઈ બંધાયો. ભાવથી વૈભાવિક પરિણામથી બંધાયો. બસ... બંધન, બંધન, બંધન..
ક્યારેક તેને ભાવ ઊઠે છે કે મારે છૂટવું છે. ત્યાં તો વૃદ્ધાવસ્થા આવી. અરે ! મરણ આવતાં સુધી તે સ્વરૂપથી શ્રુત થયેલો નિજભાવમાં આવતો નથી. તે વિચારતો નથી કે આ મીઠાં, મધુરાં, મનગમતાં સર્વે પ્રલોભનો મને ફળરૂપે તો દુઃખદાયી છે. પરંતુ પુનઃ પુનઃ એ પરમાં જ પોતાને સુખી માનવા લાગે છે. તેથી તેની ગર્ભથી માંડીને સ્મશાન સુધીની યાત્રા ચાલુ રહે છે.
કોઈ વાર સદ્દગુરુના બોધશ્રવણથી વિચારે છે કે આ રાગદ્વેષ છોડવા છે, મારે શુદ્ધ સ્વરૂપમાં રહેવું છે. પરંતુ દીર્ઘકાળથી સેવેલી દેહાત્મબુદ્ધિ તેને પાછો ખેંચી જાય છે. આમ ને આમ વર્ષો અને જન્મો વીતી ગયાં, પણ સ્વથી શ્રુત થયેલો બહિરાત્મા નિજારમાં પ્રવેશ જ ન પામ્યો. તેથી નિઃસહાય તે કર્મો બાંધે છે. પરંતુ અંતરાત્મા પરથી ટ્યુત થઈને કર્મથી મુકાય છે. દેહમાં હોવા છતાં
સમાધિશતક
૧૨૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org