________________
આત્મભાવમાં સ્થિર છે.
આત્મજ્ઞાની પાસે એવી કઈ વિદ્યા છે ? તેમના સમ્યજ્ઞાન, શ્રદ્ધા અને સંયમ તેમને સ્વમાં જ ધારણ કરે છે. પરમાં સુખભાવ કરતા નથી. ભવાંતરે તેઓને સ્વર્ગાદિકના સુખની પ્રાપ્તિ થાય પરંતુ તેમાં તેમને પ્રિયતા નથી, તેથી તેમને તપાદિકથી શીત ચંદન જેવું સુખ ઊપજે છે, અગ્નિ જેમ વનનું દહન કરે છે તેમ તેઓ તપ વડે કર્મોનો નાશ કરે છે.
તેઓનું શ્રદ્ધાબળ પણ અચળ છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળ અને ભાવથી ભિન્ન એવો અસંગ, અરૂપી, અજર, અમર અને પૂર્ણ આનંદસ્વરૂપ આત્મા છે તેવો બોધ પરિણમ્યો છે. અને દેહ પ્રત્યે તો સંયમ દ્વારા સ્વાધીનતા વર્તે છે. વાસનાઓ અને વિષયોનો વિભ્રમ વિરામ પામ્યો છે. કેવળ આત્મિક ગુણોમાં જ તેમની રમણતા છે. સદ્ગુરુબોધે અનાદિના જડ અને ચૈતન્ય વચ્ચે જે વિકલ્પોનું ઘર્ષણ હતું, તેનું મંથન કરીને શમાવ્યું છે. તેમને સ્વાનુભવથી વિષ અને અમૃત વચ્ચેનું મહાન અંતર સમજાઈ ગયું છે. એટલે હવે એક જ ઉદ્ગાર – મુક્તિ, મુક્તિ, મુક્તિ...
જેમ જેમ આત્મજ્ઞાન વૃદ્ધિ પામે તેમ તેમ તેને હવે આ જંગતની મોહજનિત ઘટનાઓ આશ્ચર્ય પેદા કરતી નથી. ધન વધ્યું તો શું થયું ? પુત્રાદિ પરિવાર વધ્યો તો શું થયું ? હવે અજ્ઞાન પણ નથી કે આ સર્વ વધવાથી નરદેહ નિષ્ફળ જાય. તેમનું જ્ઞાન તેમને સદા પ્રકાશ આપતું રહે છે. પોતે ક્યાં સુખી છે અને ક્યાં દુઃખી છે તેની સ્પષ્ટ રેખા દોરાઈ ગઈ છે. શાસ્ત્રજ્ઞાનની સ્મૃતિ જેવા જ્ઞાનગુમાનના બોજાથી તે મુક્ત છે. તેમનું જ્ઞાન જીવનની સમસ્યાઓને સમાધાનમાં મૂકી દે છે.
પવનના સ્પર્શરહિત દીવાની જ્યોતિની જેમ મન નિશ્ચલ છે. સરોવરનાં નીર જેમ પવનના સ્પર્શ વગર સ્થિર છે તેમ તેમનું ચિત્ત તરંગરહિત છે. સ્થિર જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે તેમ સ્થિર ઉપયોગમાં શુદ્ધાત્માના અનુભવમાં યોગીનો અંતરાત્મા રમણ કરે છે.
૧૩૦
આતમ ઝંખે છુટકારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org