________________
રમણતા કરી મુક્ત થાય છે. અર્થાત્ મોહનીય કર્મથી મુક્ત થવાનો ઉપાય એકમાત્ર અંતર્મુખ દૃષ્ટિયુક્ત આત્મજ્ઞાન છે, શુદ્ધપણે આત્માનો અનુભવ થતાં સર્વમોહજનિત વિકલ્પ સમાઈ જાય છે. સંસારભાવ શમી જાય છે. આત્મભાવ પ્રગટતો રહે છે. તે જીવ અમૃતનું પાન કરી અમર બને છે.
રણમેદાને પડેલો સુભટ દેહના મમત્વને ત્યજી જીવસટોસટના દાવ લડે છે. તેમ જ્ઞાની દેહધારીપણું ભૂલીને ચૈતન્યમાં જ મનને જોડે છે, ત્યારે જ્ઞાનરૂપ આત્મા પ્રગટ થાય છે. તેવા શુદ્ધાત્મારૂપ પ્રભુ મોહાદિક શત્રુનો નાશ થવાથી રંજિત થાય છે. આત્મા સ્વયં રીઝે ત્યારે અનંત ગુણોનું પ્રદાન થાય છે તે જ મોક્ષનો સાચો ઉપાય છે.
વ્યાપારી વ્યાપારમેં સુખકાર માને દુઃખ; ક્રિયા કષ્ટ સુખમેં ગિને, ન્યૂ વંછિત મુનિ સુખ. છંદ-૯૦
વ્યાપારી વ્યાપારમાં સુખ માનીને ઘણાં કષ્ટો સહન કરે છે, તેમ મુનિ ચારિત્રમાર્ગને પાળતાં જે કષ્ટો આવે તે સુખેથી સહન કરે છે. અને પોતાના આત્માને આત્માભાવનાથી ભૂષિત કરે છે. વળી મુનિ જાણે છે કે આ દુનિયાનાં સુખો દુ:ખે કરીને પ્રાપ્ત કરવા છતાં ટકતાં નથી. પરંતુ થોડું કષ્ટ સહન કરીને જો આત્માને આરાધ્યો હશે તો સાચું સુખ મળવાનું છે. કારણ કે દેહાદિક રહો કે ન રહો પણ આત્મા તો સદા રહેવાવાળો છે. એક વાર એ આત્માના સુખમય પ્રદેશમાં હું પ્રવેશ કરું પછી મને દુઃખ કે ચિંતાનો કોઈ ભય છે નહિ, આથી મુનિ ચિતવે છે કે
હે જીવો ! તમે જુઓ કે જગતના જીવો મોહવશ દુઃખી થઈ રહ્યા છે. અને માને છે કે હિંસાદિક કરવામાં કંઈ દુઃખ નથી. પરિગ્રહમાં કોઈ પાપ નથી તેથી સંસારના કાર્યમાં મન, વચન અને કાયાથી દઢપણે પ્રવૃત્તિ કરે છે.
ધનવૃદ્ધિ માટે વ્યાપાર કરવા ભૂખ-તરસ વેઠે છે. પરિવારનો વિયોગ સહે છે. ઠંડી ગરમીને પણ સહન કરે છે. શરીરને ઘણું
સમાધિશતક Jain Education International
૨o૧ www.jainelibrary.org
For Private & Personal Use Only