________________
'
પામ્યો છે. મધુબિંદુના ક્ષણિક સુખમાં સુખ માની માનવભવનું મૂલ્ય ગુમાવી રહ્યો છે. જ્ઞાની જનો તેને બોધ આપે છે છતાં મોહના નશામાં દિશામૂઢ થયેલો તે બોધનો સ્વીકાર કરી શકતો નથી અને પુનઃ પુનઃ જન્મ ધારણ કરી મરે છે. પાછો જન્મે છે.
વળી ક્યારેક યોગાનુયોગ કોઈ સદ્ગુરુનો યોગ થતાં મોહનિદ્રામાંથી જાગે છે. આવા ગ્રંથોનું સેવન કરે છે ત્યારે તેને અંશે ભાન થાય છે કે પોતે આજ સુધી ભ્રાંતિમાં જીવ્યો હતો. પુનઃ પુનઃ સત્સંગાદિના પરિચયથી તે દેહાદિક અભિમાનથી પાછો વળે છે. અને જેમ જેમ અંતરમાં વિચારે છે તેમ તેમ તે સભાન થતો જાય છે.
અંતર્મુખ થતાં તેને સ્વપરનો ભેદ સમજાઈ જાય છે ત્યારે હવે તે સંસાર પ્રત્યેથી વિમુખ થઈ અંતરાત્માપણે વિશેષ શુદ્ધિ માટે સંસારનાં પ્રયોજન ત્યજી દઈ અસંગ થતો જાય છે. તે અંતરાત્મા જ્ઞાનયોગીપણે વર્તતો શુદ્ધિની વૃદ્ધિ કરતો આત્માના આશ્રયે આત્મભાવમાં રમણ કરી પરમાર્થપણે પ્રગટ થાય છે. સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
પ્રસ્તુત ગ્રંથમાં જીવોની અવસ્થાના પ્રકાર દર્શાવી બહિરાત્માપણું ટળતાં જીવનું કેવું ઉત્થાન થાય છે, તેનું અંતરાત્માના ભાવથી નિરૂપણ કર્યું છે. અંતરંગની શુદ્ધિનો સ્પર્શ જીવને પતનથી પાછો વાળે છે, અને શ્રેષ્ઠ તત્ત્વનું ભાન કરાવી સ્વસ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. રનમેં લરતેં સુભટ જ્યું ગિનૈ ન બાન પ્રહાર,
પ્રભુ રંજન કે હેત ત્યું - જ્ઞાની અસુખ પ્રચાર. છંદ-૮૯
રણમેદાને લડતો સુભટ બાણના પ્રહારનો માર ગણતો નથી કે યુદ્ધમાંથી ભાગી જતો નથી તેમ જ્ઞાની સંસારના મેદાનમાં કર્મના પ્રહારને દુ:ખ ગણતા (પ્રચાર) નથી, કે અંતરંગ શત્રુથી ગભરાઈને ભાગતા નથી.
મિથ્યાત્વાદિ પ્રકૃતિજનિત મોહનીય કર્મના સુભટો સામે લડતાં જ્ઞાની ખેદ પામતા નથી. પરંતુ તે મોહનીય કર્મનો પરાજય કરી રત્નત્રયની પ્રાપ્તિ કરે છે, રત્નત્રયના સાધન વડે આત્મા સ્વરૂપમાં
૨૦૦
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org