________________
થઈ અંત:કરણને વધુ નિર્મળ કરતા જાય છે, અને અંતે પરમશુદ્ધ દશાને પામે છે. અત્યાર સુધી જે શુદ્ધ ચેતનાનો પ્રવાહ આવરાઈને રહ્યો હતો તે આવરણો હવે ભૂદાઈ જાય છે અને શુદ્ધ સ્ફટિક જેવું ચૈતન્ય સર્વ પ્રદેશ પ્રકાશી ઊઠે છે.
જ્ઞાની કહે છે ભાઈ ! આ પરમતત્ત્વ કોઈ ગગનમાં કે ધરામાં પડેલું નથી. તું સ્વયં એ જ્યોતિનું સુખદ ધામ છે. જેમ ખાણમાંથી નીકળેલો હીરો પહેલ પાડ્યા વગર ચમકતો નથી તેમ આ દેહાદિકમાં પડેલો ચેતન હીરો શુદ્ધિના પહેલા પડ્યા વગર પ્રકાશી ઊઠતો નથી. પરંતુ જ્યાં ચિત્ત વિશુદ્ધ થઈ, વૃત્તિઓ અંતર્મુખ થતાં જ એ શુદ્ધ તત્ત્વ પ્રગટ થઈ જાય છે. તે જ પરમપદની પ્રાપ્તિ છે.
मुक्त्वा परत्र परबुद्धिमहंधियं च, संसारदुःखजननी जननाद्विमुक्तः। ज्योतिर्मयं सुखमुपैति परात्मनिष्ठ -
स्तन्मार्गमेतदधिगम्य समाधितन्त्रम् ॥१०५॥ જાણી સમાધિ તંત્ર આ-જ્ઞાનાનંદ-ઉપાય, જીવ તજે હું બુદ્ધિને દેહાદિક પરમાંય; છોડી એ ભવજનનીને, થઈ પરમાતમલીન,
જ્યોતિર્મય સુખને લહે, ધરે ન જન્મ નવીન. ૧૦૫ અર્થ : સંસારની ઉપાધિથી મુક્ત થવાના ઉપાયરૂપ આ “સમાધિતંત્ર શાસ્ત્રનું અધ્યયન કરીને, સંસારના દુઃખની જનની એવા દેહાદિ પરપદાર્થોમાં અહંબુદ્ધિનો ત્યાગ કરીને પરમાત્મપદની ભાવનામાં નિષ્ઠાવાળો અંતરાત્મા સંસારથી મુક્ત થઈ સત્યસુખને પ્રાપ્ત કરે છે.
જેના વડે મુક્તિને અવરોધ થાય તેવા સંસારસુખમાં આત્મબુદ્ધિનો ભ્રમ ટાળવા આ “સમાધિતંત્ર ઉપાયદર્શક છે. આવા સશાસ્ત્રનું અધ્યયન કરી, સ્વ-પરનો ભેદ યથાર્થપણે જાણી અંતરાત્મા દેહાદિકમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરે છે.
પ્રસ્તુત ગ્રંથમાં બહિરાત્માની દશાનું આલેખન કરી ઉપદેશ આપ્યો છે કે જ્યાં સુખ નથી ત્યાં સુખની શોધ કરીને નિરંતર દુઃખ જ
સમાધિશતક
૨૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org