________________
ત્રણે કાળને વિશે દેહાદિના સંબંધથી મુક્ત થઈ પરમપદને પામે છે.
કષાય અને વિષયોરૂપી તસ્કરો જીવનના વિવેકરૂપી રત્નને લૂંટી લે છે. મૂર્ખ જીવ ખુલ્લી આંખે તે જુએ છે. પણ મોહમદિરાથી અભાન તે કંઈ ઉપાય યોજતો નથી. જ્ઞાનીજનો આવા સંસારણમાં શૂરવીર થઈને તાપને વેદતા નથી.
વળી એક મુઠ્ઠી રાખ બનવા સર્જાયેલી આ કાયા આત્માના રત્નત્રયને મલિન કરે છે. સમર્થ એવો સમ્યગ્દષ્ટિ જ્ઞાની એ કાયાની માયાને વિસારીને અને સ્વસ્વરૂપમાં સમાય છે.
બહિરાત્મા ઇન્દ્રિયોની લોભામણી નગરીમાં ભૂલો પડી જાય છે. અને તે વિષયોમાં સુખ માને છે. વળી મન વચન કાયાના યોગોની પ્રવૃત્તિને આત્મારૂપ માને છે, ત્યાં જ તે ભ્રમ સેવીને દુ:ખી થાય છે. જેમ કોઈ બાઈ અજ્ઞાન વડે ચંદનનાં લાકડાં બાળીને રસોઈ બનાવીને સુખ માને છે, પણ કીમતી લાકડાંનો વ્યય થયો તેનું તેને ભાન નથી. તેમ બહિરાત્માને આત્મા વડે સુખ પ્રાપ્ત થાય છે, તે છોડીને ઇન્દ્રિયોમાં સુખ મેળવવા આત્મશક્તિનો વ્યય કરે છે. ઇન્દ્રિય વિષયથી થતું સુખ નિર્દોષ નથી. તે બંધના હેતુરૂપ છે, વિષયસુખની શ્રદ્ધા નષ્ટ થયે સંસારનું બંધન છૂટે છે.
અંતરાત્મા ઇન્દ્રિયોમાં જતી વૃત્તિઓને રોકીને શુદ્ધિ કરતાં જાય છે. એટલે મનાદિ યંત્રની ચંચળતા શમતી જાય છે, ઇન્દ્રિયોની મનાદિયોગની પ્રવૃત્તિ છતાં સાક્ષીભાવે વ્યવહાર કરે છે. વળી કષાયાદિના સંઘર્ષનો અભાવ થવાથી મન પણ ઉપશાંત થાય છે, તે બાહ્ય અને અંતર બંને પ્રકારોમાં જાગ્રત રહે છે. દોર ઉપર નાચતો નટ જેમ જાગૃત રહે છે તેમ અંતરાત્મા સાધક અવસ્થામાં સદાયે જાગૃત રહે છે, અને તે પરમપદની પ્રાપ્તિનાં સોપાન ચઢતો જાય છે.
પોતાના મનની શુદ્ધિ દ્વારા અંતરાત્મા દેહાદિકના પ્રપંચથી મુક્ત થઈ પોતાની ઊંડી ગુફામાં ડૂબકી મારે છે. ત્યારે તેને પોતાની શુદ્ધચેતનાના મહાસાગરનું ભાન થાય છે, તેથી તેઓ વધુ અંતર્મુખ
૨૬૮
Jain Education International
For Private & Personal Use Only
આતમ ઝંખે છુટકારો
www.jainelibrary.org