________________
શકે છે. રાગાદિ શમી જતાં આત્માને પરભાવની ફુરણા થતી નથી.
तान्यात्मनि समारोप्य, साक्षाण्यास्तेऽसुखं जडः । त्यक्त्वाऽरोपं पुनर्विद्वान्, प्राप्नोति परमं पदम् ॥१०४॥ જડ નિજમાં તનયંત્રને આરોપી દુખી થાય; સુજ્ઞ તજી આરોપને લહે પરમપદ-લાભ. ૧૦૪
અર્થ: બહિરાત્મા ઇન્દ્રિયો સહિત તે શરીરયંત્રને આત્મામાં આરોપી દુઃખી થાય છે. કિન્તુ જ્ઞાની અંતરાત્મા દેહાદિકમાં આત્માનો આરોપ છોડીને પરમપદ પામે છે.
બહિરાત્મા જેનું મન ઇન્દ્રિય રાગી છે, નિરંતર બાહ્યપદાર્થોમાં સુખને મેળવવા પ્રયત્નશીલ છે, તે શરીરમાં રહેલી ઇન્દ્રિયો અને મન વચન કાયાના યંત્ર-યોગ એ જ આત્મા છે એમ માની કર્મભનિત દુ:ખો ઊભાં કરે છે. પરંતુ અંતરાત્મા જ્ઞાની છે, તે જાણે છે કે સુખ અંતરની સમતામાં રહેલું છે. બહાર તો કેવળ વ્યાકુળતા છે, તેથી દેહથી આત્મા ભિન્ન છે તેવો દઢ નિર્ણય ધરાવે છે. તે ઇન્દ્રિયોમાં કે અનાદિ યોગમાં સ્વાધીનપણે વર્તે છે. તેમાંથી આત્મબુદ્ધિનો ત્યાગ કરી આત્મામાં જ આત્મપણાનો નિર્ણય કરી પરસ્વભાવને પરહરી પરમપદને પામે છે.
અર્થાત્ દેહાદિકમાં આત્મબ્રાંતિ કે વિપર્યાસપણું એ સંસારનું કારણ છે. છતાં અજ્ઞાનવશ સંસારી જીવો કેવા નિર્ભયપણે હરે-ફરે છે, ખાય છે, પીએ છે, અને ઊંઘે છે કે લહેર કરે છે. તે રકજીવો જાણતા નથી કે આમાં સર્વે શુભના યોગની બાદબાકી થઈ રહી છે. જ્યારે જ્ઞાની નિરંતર જાગતા રહે છે કે રખેને ઊંઘતા રહીએ અને આ ઈન્દ્રિયો આદિ દ્વારા લૂંટાઈ જઈએ ? એ તો કેવી મૂર્ખાઈ કે ઠંડીથી બચવા માટે માણસ ઝૂંપડી સળગાવી તાપણું કરે અને સુખ માને ? પૂરો આત્માને જ વિસ્મરણ કરી દેહાદિકથી સુખ માનવાની મૂર્ખાઈ કરવા જેવું આ સુખ છે.
જ્ઞાની તો સર્વ દ્રવ્ય, ક્ષેત્રથી કાળથી અને ભાવથી અસંગ રહે છે. સ્વાત્માને સંગે તેઓ અન્યભાવથી સર્વથા મુક્ત છે. તે અંતરાત્મા
સમાધિશતક Jain Education International
૨૬o www.jainelibrary.org
For Private & Personal Use Only