________________
પર એવા પુત્ર, સ્ત્રી કે તેના દેહ જેટલા નજીક નથી, દૂર છે છતાં, તે પર દેહાદિમાં પણ મારાપણાનો ભાવ કરે છે. અરે ! તેનાથી પણ દૂર એવા ધન-ધાન્યાદિકમાં પણ મૂછ કરે છે. જ્યારે પોતાનો દેહ જ પોતાનો થઈ શકતો નથી, તેમાં રોગાદિ થાય તેવું ઇચ્છતો નથી છતાં દેહમાં તે ઉત્પન્ન થાય છે. પુત્રાદિને મારા માનવા છતાં કાળથી કે રોગથી તેમને બચાવી શકાતાં નથી. ધન-ધાન્યાદિક યોગો દૂર થતાં તે પણ રાખી શકાતાં નથી, તો પછી તારું શું છે ?
પિતાને જોઈ પુત્ર કહે છે કે તે મારા છે; પત્નીને જોઈને પતિ કહે છે કે મારી છે; ભાઈને જોઈને બહેન કહે છે કે તે મારો છે; પતિને જોઈને પત્ની કહે છે કે તે મારા છે... પણ કોણ કોનું છે ? અન્યોન્ય ખુશ રાખવા પ્રયત્ન કરે છે. અન્યોન્યના વિયોગે દુઃખી થાય છે. પરિવાર માટે ધન મેળવવા કષ્ટ ભોગવે છે, એ સર્વને ટકાવવા વ્યર્થ પ્રયત્ન કરે છે પરંતુ સૌનો સમય થતાં સૌ છૂટાં થઈ જાય છે.
પુત્ર-પરિવાર આદિમાં જીવને મમત્વ થાય છે, પરંતુ કોઈ પોતાનું થઈ શક્યું નથી. આત્મા તો પુત્ર કે પિતાપણે ક્યારેય થઈ શક્યો નથી. જ્ઞાનીજનો કહે છે કે બાહ્ય સંપત્તિ આદિ સારવર્જિત છે, તે મેળવવા માઠાં પરિણામ કરી કેવળ કર્મબંધન કરે છે. નવા દેહનું સર્જન કરે છે. એમ ભાવવૃદ્ધિ કરી બહિરાત્મા ચોર્યાશી લાખ યોનિનું ચક્કર માર્યા કરે છે.
અરિ પુત્રાદિક કલ્પના, દેહાત્મ અભિમાન; નિજ પરતનું સંબંધ મતિ, તાકો હેતુ નિદાન. છંદ-૧૧
દેહ વિશે આત્મભાવના, અભિમાનથી શત્રુ, પુત્રાદિકથી કલ્પના થાય છે. પરંતુ વાસ્તવમાં આત્મા કોઈનો શત્રુ કે મિત્ર થઈ શકતો નથી, પરમાં નિજપણું થઈ શકતું નથી.
બહિરાત્મભાવે જીવે કેવી કલ્પનાની જાળ ઊભી કરી છે ? કર્મના સંસ્કારવશ તે અન્યને શત્રુ-મિત્ર કે પુત્ર તરીકે માનીને ચેષ્ટાઓ કરે છે. શત્રુને મારવાની કે ધિક્કારવાની વૃત્તિ સેવે છે, પુત્રને પ્રેમ
૩૧
સમાધિશતક Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org